અમદાવાદ-સુરત રેલવે સ્ટેશન મુદ્દે કેગ રિપોર્ટમાં ધડાકો : કરોડો રૂપિયાની કમાણી છતાં મુસાફરોને સુવિધાના નામે મીંડુ
August 19, 2026
ભારતીય રેલવે દેશના કરોડો સામાન્ય નાગરિકો માટે જીવનરેખા સમાન છે, પરંતુ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલના તાજેતરના ઓડિટ અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અમૃત સ્ટેશનના મોટા દાવાઓ વચ્ચે રેલવે સ્ટેશનો પર મુસાફરો માટેની મૂળભૂત માળખાકીય સુવિધાઓનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. વાર્ષિક 530 કરોડ રૂપિયાની કમાણી કરી આપતું અમદાવાદ રેલવે સ્ટેશન અને 340 કરોડ રૂપિયાની આવક રળી આપતું સુરત રેલવે સ્ટેશન પણ આ અવ્યવસ્થા અને કુરચનાનો ભોગ બન્યા છે.
કેગના અહેવાલ મુજબ દેશના 512 રેલવે સ્ટેશનોની તપાસ કરવામાં આવી હતી, જેમાં માલૂમ પડ્યું હતું કે 89 ટકા સ્ટેશનો પર પંખા, વોટર કૂલર, શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય, બેસવાની વ્યવસ્થા અને શેલ્ટર જેવી પ્રાથમિક સુવિધાઓ જ ઉપલબ્ધ નથી. માત્ર વર્ષ 2019-20માં જ રેલવેને પ્લેટફોર્મ ટિકિટમાંથી 160.87 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આટલી માતબર કમાણી છતાં પ્લેટફોર્મ પર મુસાફરોને બેસવા માટે યોગ્ય જગ્યા કે પીવાનું પાણી પણ મળતું નથી.
એક તરફ સામાન્ય મુસાફરો મૂળભૂત સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે, તો બીજી તરફ રેલવે તંત્ર ફાળવેલું બજેટ પણ વાપરી શક્યું નથી. છેલ્લા 5 વર્ષમાં રેલવેને ફાળવવામાં આવેલી કુલ રકમમાંથી 11,478 કરોડ રૂપિયાની રકમ વણવપરાયેલી પડી રહી છે.
બીજી તરફ ટિકિટ કેન્સલેશનના કડક નિયમો લાદીને સરકારે માત્ર 4 વર્ષના ગાળામાં મુસાફરો પાસેથી કેન્સલેશન ચાર્જ પેટે 6,112 કરોડ રૂપિયા વસૂલી લીધા છે. કરોડોની કમાણી છતાં સ્ટેશનો પર સુવિધાના નામે મીંડું હોવાનું કેગના અહેવાલમાં સ્પષ્ટ થયું છે.
Related Articles
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026