કેનેડાએ કર્યો અમેરિકાની 'ગોલ્ડન ડોમ' યોજનાનો વિરોધ: ટ્રમ્પે કહ્યું "ચીન તમને ખાઈ જશે

January 24, 2026

વોશિંગ્ટન/ઓટાવા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક-એક કરીને દરેક પર પોતાનો હુકમ ચલાવવા ઇચ્છતા હોય તેવું લાગી રહ્યું છે. હવે ડૉનાલ્ડ ટ્રમ્પની નજર કેનેડા તરફ વળી છે. ડૉનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર કેનેડાની આકરી ટીકા કરી છે. ટ્રમ્પે આક્ષેપ કર્યો છે કે કેનેડા 'ગોલ્ડન ડોમ' યોજનાનો વિરોધ કરી રહ્યું છે, જે હકીકતમાં કેનેડાને પણ સુરક્ષા કવચ પૂરું પાડશે. 

ઉત્તર અમેરિકાને અવકાશ-આધારિત અને લાંબા અંતરની મિસાઇલોથી સુરક્ષિત રાખવાના હેતુથી અમેરિકાએ ગ્રીનલેન્ડમાં અત્યંત આધુનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ 'ગોલ્ડન ડોમ' સ્થાપિત કરવાની યોજના બનાવી છે. જોકે, આ યોજનાને લઈને અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો છે. ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાન માર્ક એસ્પર અને તેમની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. કેનેડાના વડાપ્રધાન માર્ક એસ્પરે તાજેતરમાં ચીનની મુલાકાત લીધી છે. 

જ્યાં તેમણે ચીન સાથે કૃષિ ઉત્પાદનો અને ઇલેક્ટ્રિક વાહનો પર ટેરિફ રાહત માટે જે કરાર કર્યા છે. ડૉનાલ્ડ ટ્રમ્પે આ કરારોને જોખમી ગણાવ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો કે, કેનેડા ચીન સાથે વેપારને પ્રાથમિકતા આપી રહ્યું છે. જો કેનેડા આ જ માર્ગે ચાલશે, તો ચીન એક વર્ષમાં તેને "ખાઈ જશે". થોડા દિવસ અગાઉ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દરમિયાન ટ્રમ્પે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, "કેનેડા અમેરિકા પાસેથી ઘણી મદદ અને 'મફત સુવિધાઓ' મેળવે છે, તેથી તેણે આભારી રહેવું જોઈએ. કેનેડાનું અસ્તિત્વ અમેરિકાને આભારી છે."