કેનેડા નાગરિકતાના કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારો કરશે, ભારતીયોને મોટો ફાયદો થશે
November 24, 2025
કેનેડા બિલ સી-3 દ્વારા તેના નાગરિકતા કાયદાઓમાં મોટી ફેરબદલ કરશે. આ સુધારાથી હજારો ભારતીય મૂળના પરિવારો તેમજ વિદેશમાં જન્મેલા કેનેડિયનોને લાભ થવાની સંભાવના છે. ઈમિગ્રેશન મંત્રાલયે જાહેર કરેલા બિલનો હેતુ સીસ્ટમમાં લાંબા સમયથી રહેલી વિસંગતીમાં સુધારો કરવાનો તેમજ કેનેડાના નાગરિકતા માળખાને આધુનિક, વૈશ્વિક ગતિશીલ પરિવારોની વાસ્તવિકતા સાથે સુસંગત કરવાનો છે. ઈમિગ્રેશન મંત્રી લેના મેટલેગે ડિયાબના જણાવ્યા અનુસાર આ કાયદો ગેરવાજબી રીતે બાકાત રહી ગયેલાને નાગરિકતા પાછી આપવા ઉપરાંત કેનેડિયન નાગરિકત્વની પ્રમાણિકતા અને સમાવિષ્ટતા ફરી સ્થાપિત કરશે.
મુખ્ય સમસ્યા 2009માં રજૂ કરાયેલા પ્રથમ પેઢી મર્યાદામાંથી ઉદ્ભવી છે જેમાં કેનેડાની બહાર જન્મેલા અથવા દત્તક લેવાયેલા બાળકોને એ જ શરતે નાગરિકતા મળતી જેમના માતાપિતામાંથી કોઈપણ એકનો જન્મ કેનેડામાં થયો હોય અથવા તે ત્યાંના નાગરિક હોય. આ નિયમને કારણે અનેક લોકો લોસ્ટ કેનેડિયન્સ તરીકે ઓળખાવા લાગ્યા. તેમના મતે તેઓ નાગરિક તો હતા પણ તેમને કાનૂનની માન્યતા નહોતી મળી. ડિસેમ્બર 2023માં ઓન્ટેરિયો સુપીરીયર કોર્ટે ચૂકાદો આપ્યો કે આ જોગવાઈ ગેરબંધારણીય છે. સરકારે ચૂકાદાનો સ્વીકાર કર્યો અને તેની સામે અપીલ ન કરવાનો નિર્ણય કરીને ન્યાયપૂર્ણ અને વ્યવહારુ સીસ્ટમની જરૂર હોવાનું માન્ય કર્યું.
બિલ સી-3 અસરગ્રસ્તોને નાગરિકતા આપીને આ ખામી સુધારવા માગે છે અને નવી નોંધપાત્ર જોડાણ પરીક્ષણ રજૂ કરે છે. આ નિયમ હેઠળ વિદેશમાં જન્મેલા કેનેડિયન વાલીએ બાળકના જન્મ અથવા દત્તક લેવા પહેલા 1095 સંચિત દિવસ અથવા ત્રણ વર્ષ કેનેડામાં પસાર કર્યા હોય, તેમના બાળકો કેનેડાની નાગરિકતા મેળવી શકશે. આ અભિગમ અમેરિકા, યુ.કે. અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નાગરિકતા નીતિ સમાન હોવાથી કેનેડા આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે મેળ ખાય તે સુનિશ્ચિત કરાશે.
કેનેડાની કોર્ટે આ ફેરફાર લાગુ કરવા માટે જાન્યુઆરી ૨૦૨૬ની સમયસીમા નક્કી કરી છે. ઈમિગ્રેશન વકીલોના મતે આ પ્રક્રિયા શરૂ થતા જ નાગરિકતાના આવેદનમાં ઝડપી વધારો થશે. કેનેડિયન ઈમિગ્રેશન લોઅર્સ એસોસિયેશન (સીઆઈએલએ)એ પણ આ સુધારાનું સ્વાગત કર્યું છે.
કેનેડાના 1947 નાગરિકતા કાયદામાં અનેક એવા નિયમ હતા જેના કારણે ઘણા લોકો પોતાની નાગરિકતા ખોઈ બેઠા હતા અથવા તેને પ્રમાણિત નહોતા કરી શક્યા. 2009 અને 2015માં કેટલાક સુધારા કરાયા હતા અને લગભગ વીસ હજાર લોકો પોતાની નાગરિકતા પાછી મેળવી શક્યા હતા.
Related Articles
કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને એક જ ગામના પાંચ લોકો સાથે છેતરપિંડી
કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને એક જ ગા...
Nov 30, 2025
ભારત અને કેનેડા સંબંધો સુધારે છે મોદી-કાર્ની વચ્ચે સઘન મંત્રણા
ભારત અને કેનેડા સંબંધો સુધારે છે મોદી-કા...
Nov 25, 2025
PRની રાહત જોતા હજારો ભારતીયોને ઝટકો, કેનેડાએ 2-2 વર્ષ જૂની અરજીઓ ફગાવી દીધી
PRની રાહત જોતા હજારો ભારતીયોને ઝટકો, કેન...
Nov 15, 2025
આખરે કેમ કેનેડા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ કરે છે? જાણો શું છે કારણ
આખરે કેમ કેનેડા ભારતીય વિદ્યાર્થીઓના વિઝ...
Nov 05, 2025
કેનેડાએ ઈમિગ્રેશન નીતિ કડક કરતાં ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધારી
કેનેડાએ ઈમિગ્રેશન નીતિ કડક કરતાં ભારતીય...
Nov 04, 2025
કેનેડામાં ફરી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક! પંજાબી સિંગરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ
કેનેડામાં ફરી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતં...
Oct 29, 2025
Trending NEWS
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025