છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના ઘરે દરોડા, મહાદેવ સટ્ટાબાજીની એપમાં CBIની એન્ટ્રી

March 26, 2025

સીબીઆઈની ટીમે છત્તીસગઢની રાજધાની રાયપુર અને ભિલાઈમાં દરોડા પાડવાની શરૂઆત કરી છે. એજન્સીએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરે દરોડા પાડવાનું શરૂ કર્યું છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં બઘેલના ઘર સહિત અનેક જગ્યાએ દરોડા ચાલી રહ્યા છે. ED બાદ CBIએ પણ મહાદેવ બેટિંગ એપ કેસમાં એન્ટ્રી કરી છે.

આ કેસમાં હજારો કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. સીબીઆઈના અધિકારીઓ વહેલી સવારે ભિલાઈ અને રાયપુરના આવાસ પર પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં સીબીઆઈની ટીમ દરોડા પાડવા માટે પહોંચી છે. અગાઉ EDની ટીમે પણ તે જ સમયે દરોડા પાડ્યા હતા.

ભૂપેશ બઘેલની ઓફિસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, "હવે સીબીઆઈ આવી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદ (ગુજરાત)માં યોજાનારી AICCની બેઠક માટે રચાયેલી "ડ્રાફ્ટિંગ કમિટિ"ની બેઠક માટે આજે દિલ્હી જવાના છે. તે પહેલા સીબીઆઈ રાયપુર અને ભીલપુર પહોંચી ગઈ છે.