વ્હાઈટ હાઉસે ભૂલથી યમન-યુદ્ધની યોજના પત્રકાર સાથે શેર કરતા ભારે હોબાળો

March 26, 2025

ટ્રમ્પ સરકારના અધિકારીઓએ યમનમાં ઈરાનના ટેકેદાર હૂતી ગ્રૂપ પર અમેરિકા દ્વારા હુમલો કરવાના કેટલાક સમય પહેલાં એક મેસેજિંગ ગ્રૂપમાં ભૂલથી યમન સાથેનાં યુદ્ધની યોજના જાહેર કરી હતી. આ વખતે તેમાં એક પત્રકાર પણ હાજર હતા. આ વાતનો ખુલાસો થતા વ્હાઈટ હાઉસમાં કેટલાક અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊઠયા છે.

સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા ડેમોક્રેટિક સાંસદોએ માગણી કરી છે. ડેમોક્રેટિક સાંસદોએ આ પ્રકારે મહત્ત્વની માહિતી લીક થઈ જાય તેની આકરી ટીકા કરી કહ્યું હતું કે આ પ્રકારે મહત્ત્વની માહિતી લીક થવી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા તેમજ કાયદાના ભંગ સમાન છે. સંસદ દ્વારા તપાસ જરૂરી છે. એટલાન્ટિકના મુખ્ય સંપાદક જેફરી ગોલ્ડબર્ગે કહ્યું કે તેમણે 13 માર્ચે સિગ્નલ મેસેજિંગ એપ પર અજાણતા જ આમંત્રણ આપીને સામેલ કરવામાં આવ્યા હતા.