કેનેડામાં ધોળા દિવસે ભારતીય મહિલા પર હુમલો, બોટલ છીનવી મોઢા પર પાણી ફેંક્યું

March 27, 2025

શું કેનેડામાં ભારતીય મૂળના નાગરિકો સુરક્ષિત છે? આ પ્રશ્ર એટલા માટે થઇ રહ્યો છે કે કારણકે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાઇરલ થયો છે જેમાં ધોળા દિવસે એક ભારતીય મૂળની મહિલા પર ક્રૂરતાપૂર્વક
હુમલો કરવામાં આવી રહ્યો છે.  

સોશિયલ મીડિયા પર વાઇરલ આ ઘટના કેનેડાના કેલગરીના સિટી હોલાબો કોલેજ સીટ્રેન સ્ટેશન પર સ્થાનિક સમય અનુસાર બપોરે 1.40 કલાકે બની હતી. વાઇરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે હુમલાખોર કેલગરીનો
રહેવાસી બ્રેડન જોસેફ જેમ્સ ફ્રેંચે ભારતીય મૂળની મહિલા પર કેવી ક્રૂરતાથી હુમલો કર્યો. 

હુમલાખોર સૌથી પહેલા મહિલાની પાસે આવ્યો અને તેની પાણીની બોટલ છીનવી લઇ તેના ચહેરા પર પાણી ફેંકયું. ત્યારબાદ તેણે મહિલાનું જેકેટ પકડીને તેને કાચની દીવાલ સાથે અથડાવા લાગ્યો અને તેનો ફોન માંગવા
લાગ્યો. ભારતીય મહિલા જોરથી ચીસો પાડવા લાગી પણ ઘટના સમયે સ્ટેશન પર હાજર ભીડમાંથી કોઇએ પણ મહિલાને બચાવવાનો પ્રયત્ન કર્યો ન હતો. 

જો કે થોડા સમય પછી હુમલાખોર ફોન લીધા વગર જ ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ મહિલાએ કેલગરી પોલીસને આ ઘટનાની માહિતી આપી હતી. કેલગરી પોલીસે મહિલાએ આપેલી માહિતી અને સાક્ષીઓની મદદથી  અડધા કલાકમાં હુમલાખોર  બ્રેડન જેમ્સ ફ્રેંચને શોધી તેની ધરપકડ કરી હતી.