બેંગકોકમાં અંધાધૂંધ ગોળીબાર: 6 લોકોના મોત બાદ હુમલાખોરે ખુદને ગોળી મારી, તપાસ શરૂ
July 28, 2025

થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક ભીડવાળી માર્કેટમાં ગોળીબારની ઘટના બની છે. આ ઘટનામાં અંદાજે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ચાર બજારના સુરક્ષાકર્મીઓ, એક મહિલા અને એક હુમલાખોર પોતે સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરે બજારમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો અને પછી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
28 જુલાઈ, 2025ના રોજ એટલે કે આજે બેંગકોકના ઓર ટો કોર માર્કેટમાં આ હુમલો થયો હતો. સામાન્ય રીતે આ માર્કેટમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ઘણી લોકપ્રિય હોવાથી ત્યાં ઘણી ભીડ રહે છે. બેંગકોકની હોસ્પિટલોનું નિરીક્ષણ કરતા ઇરાવાન ઇમરજન્સી મેડિકલ સેન્ટર તરફથી મળતી માહિતી અનુસાર મૃતકોમાં ચાર સુરક્ષા ગાર્ડ, એક મહિલા અને હુમલાખોરનો સમાવેશ થાય છે,
જેણે ગોળીબાર કર્યા પછી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ આ ઘટનાને માસ શૂટિંગ કહી રહી છે. તેમજ પોલીસ તપાસમાં હુમલાખોરની ઓળખ મિસ્ટર નોઈ તરીકે થઈ છે. જે ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યો છે. હાલ પોલીસે હુમલા પાછળના કારણો જાણવા અંગે તપાસ શરુ કરી દીધી છે. આ ઉપરાંત અધિકારીઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે આ ગોળીબારનો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ સાથે કોઈ સંબંધ છે કે કેમ. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદ વિવાદ વર્ષો જૂનો છે,
જેનું કેન્દ્ર પ્રીહ વિહાર મંદિર વિસ્તાર છે. 1962માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે કંબોડિયાની તરફેણમાં ચુકાદો આપ્યા પછી પણ આ વિવાદ સંપૂર્ણપણે ઉકેલાયો નથી. બંને દેશોની સેનાઓ આ વિસ્તારમાં સમયાંતરે આમને-સામને આવી છે, જેમાં અથડામણ અને ગોળીબારની ઘટનાઓ પણ સામેલ છે.
Related Articles
ટ્રમ્પની રશિયાને અંતિમ ચેતવણી: યુક્રેન પર હુમલા રોકો, નહીંતર નવા પ્રતિબંધો લગાવીશું
ટ્રમ્પની રશિયાને અંતિમ ચેતવણી: યુક્રેન પ...
Jul 29, 2025
અમેરિકામાં ફરી ગોળીબાર: ન્યૂયોર્કમાં પોલીસ અધિકારી સહિત 5ના મોત, હુમલાખોરે ખુદને પણ ગોળી મારી
અમેરિકામાં ફરી ગોળીબાર: ન્યૂયોર્કમાં પોલ...
Jul 29, 2025
ચીનમાં કુદરતનો કેર: બેઇજિંગમાં અતિભારે વરસાદ બાદ 30ના મોત, 80 હજાર લોકોએ ઘર છોડ્યા
ચીનમાં કુદરતનો કેર: બેઇજિંગમાં અતિભારે વ...
Jul 29, 2025
માયામીમાં સેઈલિંગ કેમ્પમાં બાર્જે નાની બોર્ટને ટક્કર મારતાં બે બાળકોના મોત, બે ગંભીર
માયામીમાં સેઈલિંગ કેમ્પમાં બાર્જે નાની બ...
Jul 29, 2025
રશિયાની સરકારી એરલાઈન એરોફ્લોટ પર સાયબર એટેલ, 100 વધુ ફ્લાઈટો રદ
રશિયાની સરકારી એરલાઈન એરોફ્લોટ પર સાયબર...
Jul 29, 2025
અમેરિકાના મેનહટ્ટનમાં એક શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું, પોલીસ અધિકારી સહિત પાંચ લોકોના મોત
અમેરિકાના મેનહટ્ટનમાં એક શખ્સે અંધાધૂંધ...
Jul 29, 2025
Trending NEWS

29 July, 2025

29 July, 2025

29 July, 2025

29 July, 2025

29 July, 2025

29 July, 2025

29 July, 2025

29 July, 2025

29 July, 2025

29 July, 2025