માયામીમાં સેઈલિંગ કેમ્પમાં બાર્જે નાની બોર્ટને ટક્કર મારતાં બે બાળકોના મોત, બે ગંભીર

July 29, 2025

માયામીમાં ચાલતા એક સેઇલિંગ કેમ્પ દરમિયાન એક બાર્જે નાની બોટને ટકર મારતાં બે બાળકોના મોત થયા છે અને બે અન્ય ગંભીર હાલતમાં છે, એવું અધિકારીઓએ જણાવ્યું છે. સેઇલિંગ બોટમાં રહેલા તમામ છ લોકોને ઈમરજન્સી સેવાઓ દ્વારા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ચાર બાળકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બે બાળકોને આગમન સમયે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

એમ યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તા પેટી ઓફિસર થર્ડ ક્લાસ નિકોલસ સ્ટ્રાસબર્ગે જણાવ્યુ હતું. આ છ લોકો – એક પુખ્ત અને પાંચ બાળકો – માયામી યાટ ક્લબ દ્વારા આયોજિત 7 થી 15 વર્ષની વયના બાળકો માટેના સેઇલિંગ કેમ્પના છેલ્લાં સપ્તાહમાં હતાં. "આ ભયાનક દુર્ઘટનાથી આખું MYC પરિવાર તદ્દન દુઃખમાં છે," એમ યાટ ક્લબના કમોડોર એમિલી કોપલેન્ડે નિવેદનમાં જણાવ્યું.