Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

યુરોપિયન યુનિયન સામે 15 ટકા ટેરિફ ઝીંકવાનું ટ્રમ્પનું એલાન, ડીલ હેઠળ અમેરિકન હથિયારો ખરીદાશે

July 28, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે એક મોટા અને ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પે આ કરારને 'અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર' ગણાવ્યો છે, જે બંને પક્ષો માટે ફાયદાકારક સાબિત થશે. આ પ્રસંગે ટ્રમ્પે કહ્યું કે આ કરાર હેઠળ તમામ દેશોના બજારો ખોલવામાં આવશે અને યુરોપિયન યુનિયન પર તમામ ક્ષેત્રોમાં 15 ટકા ટેરિફ લાદવામાં આવશે.

આ સાથે, EU અમેરિકા પાસેથી સૈન્ય સંસાધનની ખરીદીમાં પણ વધારો કરશે. ઉર્જા ક્ષેત્રમાં પણ, યુરોપિયન યુનિયન અમેરિકા પાસેથી લગભગ $150 બિલિયનની ઊર્જા ખરીદશે, જે બંને પક્ષોના આર્થિક સહયોગને મજબૂત બનાવશે. આ ઉપરાંત, યુરોપિયન યુનિયન અમેરિકામાં $600 બિલિયનનું રોકાણ કરશે, જે અમેરિકાના અર્થતંત્રને પણ મજબૂત બનાવશે. આ સોદા હેઠળ, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પહેલાથી લાગુ હાલની ડ્યુટી સિસ્ટમ ચાલુ રહેશે.

ચિપ્સ અથવા સેમિકન્ડક્ટર ક્ષેત્ર અંગે આગામી બે અઠવાડિયામાં કલમ 232 હેઠળ નવી જાહેરાત કરવામાં આવશે, જે આ ઉદ્યોગ માટે એક મોટી પહેલ હશે.