પાકિસ્તાન સામેની મેચ જીત્યા બાદ સોશિયલ મીડિયા પર કોમેન્ટની સુનામી

October 15, 2023

અમદાવાદમાં રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતની શાનદાર જીત થઈ છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આ જીતનું જોરદાર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં દશેરા પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. રસ્તા પર જ નહીં પણ સોશિયલ મીડિયા ઉપર પણ લોકોએ દિલ ખોલીને કોમેન્ટનો વરસાદ કર્યો હતો. ફેન્સે જુદા જુદા પેજ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ઈમોજી અને શબ્દોની ગોઠવણી સાથે લોકોએ જોરદાર કોમેન્ટ કરી હતી.

સોશિયલ મીડિયા પર ખુશી ખુશી

બુમરાગને સબકો ગુમરાહ કરી દીયા, ધો ડાલા...
પાકિસ્તાન ટીમ હવે દુઃખ મનાવશે....બધાઈ હો...હરીફ ટીમને મુબારક હો....
બેટિંગમાં ઝીરો હાર્દિક અમારો હીરો....
પાકિસ્તાને જોયા ભારતના તેવર, જ્યારે મેદાનામાં ઊતર્યા સીમા હૈદરના 11 દેવર....
ક્રિકેટ હોય કે યુદ્ધ જીતતા સિર્ફ જવાન હૈ...બુઢ્ઢે નહીં.
ચાચા સૂર્યવંશમ દેખના હૈ ટીવી મત ફોડના....
કુલદીપભાઈ કે આગે સબ ફેઈલ