શ્રીલંકામાં દીત્વા વાવાઝોડાએ તબાહી મચાવી, મૃત્યુઆંક 618 પર પહોંચ્યો, ભૂસ્ખલનની ચેતવણી અપાઇ

December 08, 2025

શ્રીલંકામાં ભારે વરસાદ ચાલુ છે. પરિણામે, હવામાન વિભાગે ભૂસ્ખલનની ચેતવણી જારી કરી હતી. ગયા અઠવાડિયે ત્રાટકેલા ચક્રવાત 'દિત્વા'એ શ્રીલંકાના પહાડીઓ અને મેદાનોમાં વિનાશ વેર્યો હતો. વરસાદ, પૂર અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 618 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને આ આંકડો વધી શકે છે. ચક્રવાત 'દિત્વા'ને કારણે થયેલા પૂર અને ભૂસ્ખલનથી 20 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરે 618 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. જેમાંથી 464 ચાના બગીચાથી સમૃદ્ધ સેન્ટ્રલ હિલ્સમાં થયા છે.

શ્રીલંકાના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. આનાથી પર્વતીય માટી ઢીલી થઈ ગઈ છે અને નવા ભૂસ્ખલનનું જોખમ છે. મધ્ય ટેકરીઓ અને ઉત્તરપશ્ચિમ ટેકરીઓમાં પરિસ્થિતિ ખાસ કરીને ગંભીર છે. પૂર અને ભૂસ્ખલનને કારણે દેશના અન્ય ભાગોથી ઘણા સમુદાયોનો સંપર્ક કપાઈ ગયો છે. હેલિકોપ્ટર અને વિમાન દ્વારા આ વિસ્તારોમાં રાહત પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. શ્રીલંકાના એરપોર્ટ પર મ્યાનમારથી રાહત પુરવઠો લઈ જતું વિમાન આવ્યું હતુ.