દિલ્હી વિધાનસભા ચૂંટણી : 70 બેઠક માટે મતદાન, ઉમેદવારોમાં હલચલ

February 05, 2025

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન હાથ ધરાયુ છે. તમામ 70 બેઠકો પર મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ અહીં કેટલાક મતદાતાઓ ઉમેદવાર તરીકે ઉભા છે. પરંતુ તેઓ પોતાના બેઠક માટે જાતે મત આપી શકશે નહી. આ હરોળમાં અલકા લાંબા, મનિષ સિસોદિયા જેવા અન્ય ઉમેદવારોના નામ સામેલ છે. આના માટે કયું કારણ જવાબદાર છે તેના પર એક નજર કરીએ.

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી લડવા માટે બેઠક નહીં પરંતુ પ્રેદેશના મતદાતા હોવું જરૂરી છે. દિલ્હીના મતદાતા છો તો તમે ગમે તે બેઠક પર ચૂંટણી લડી શકો છો. પરંતુ એમસીડીની ચૂંટણીમાં આ વલણ નથી. એમસીડી ચૂંટણીમાં તમે જે વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છો તે વોર્ડના મતદાતા હોવું જરુરી છે.

લોકસભા ચૂંટણીમાં નાગરિક કોઇપણ રાજ્યનો મતદાતા હોય તો પણ તે ચૂંટણી લડી શકે છે. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં જે રાજ્યથી ચૂંટણી લડવા ઇચ્છો છો તે રાજ્યના વોટર હોવા જરૂરી છે. દિલ્હીમાં એવા ઘણાએ મતદાતા છે જેઓ વોટ બીજી બેઠકને આપે છે. અને ઉમેદવાર અન્ય બેઠકના છે. તેથી તેઓ પોતાને વોટ આપી શકશે નહી.