મહાકુંંભમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે વિશ્વભરના હજારો સાધકોએ ધ્યાન કર્યું

February 05, 2025

આધ્યાત્મિક પરંપરાઓ અને સંસ્કૃતિઓનો ભવ્ય સંગમ, મહાકુંભ મેળો આ વર્ષે એક અનોખી પહેલ સાથે વધુ ખાસ બન્યો. આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત "મહાકુંભમાં ગુરુદેવ સાથે ધ્યાન" સત્ર સાધકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતુ,મંગળવારે સાંજે, વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી નેતા, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે એક સત્સંગનું નેતૃત્વ કર્યું જેમાં હજારો યાત્રાળુઓ અને સંતો તેમની હાજરીમાં જ્ઞાન અને ભક્તિ સંગીતમાં ડૂબકી લગાવી હતી.

બાદમાં, ગુરુદેવે મહાકુંભની પવિત્ર ભૂમિ પરથી 180 દેશોના લાખો લોકોને એક અનોખા હાઇબ્રિડ અનુભવ કરાવ્યો હતો જેમાં વૈશ્વિક ધ્યાનનું સંચાલન કર્યું હતું. આ સત્ર ગુરુદેવની ઓફિશ્યિલ યુટ્યુબ ચેનલ અને આર્ટ ઓફ લિવિંગની સત્વ એપ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું.ગુરુદેવે કહ્યું, "કુંભ પર્વનો સાર એ છે કે તમારી અંદર પૂર્ણતા શોધવી."આ ત્યારે જ શક્ય છે જ્યારે જ્ઞાન, ભક્તિ અને કર્મ એકસાથે ચાલે. અહીં વહેતી ગંગા જ્ઞાનનું પ્રતીક છે, યમુના ભક્તિનું પ્રતીક છે અને સરસ્વતી, જે અદ્રશ્ય છે, તે કર્મનું પ્રતીક છે.