અમેરિકામાં ઈમ્પીચ, કન્વિક્શન એન્ડ રિમૂવ...'ની નારેબાજી, ટ્રમ્પ સામે દેખાવ

November 23, 2025

કોંગ્રેસમેન અલ ગ્રીને ક્રિસમસ પહેલા કાર્યવાહીની જાહેરાત કરી

વૉશિંગ્ટન ડી.સી.- અમેરિકાના રાજકીય માહોલમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. શનિવારે (22મી નવેમ્બર) વૉશિંગ્ટન ડી.સી.માં ગ્રાસરુટ ગ્રુપ 'રિમૂવલ કોએલિશન' દ્વારા આયોજિત 'Remove the Regime' નામની એક વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં દેખાવકારો એકઠા થયા હતા. આ રેલીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા પરથી દૂર કરવા માટે 'ઈમ્પીચ, કન્વિક્ટ એન્ડ રિમૂવ'ની માંગ કરવામાં આવી હતી. આ રેલીમાં ટેક્સાસના કોંગ્રેસમેન અલ ગ્રીન અને પૂર્વ પોલીસ અધિકારી માઈકલ ફેનન સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા હતા. યુએસ પ્રતિનિધિ અલ ગ્રીને રેલીમાં જાહેરાત કરી હતી કે ક્રિસમસ પહેલા ટ્રમ્પ સામે મહાભિયોગના લેખ (Articles of Impeachment) દાખલ કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું, 'પરિસ્થિતિ સુધરી રહી નથી. પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આપણે દોષિત ઠેરવવા જોઈએ, આપણે મહાભિયોગ ચલાવવો જોઈએ, આપણે તેમને દૂર કરવા જોઈએ... જેથી ભવિષ્યનો કોઈપણ સરમુખત્યારશાહી નેતા સરકાર પર કબજો લેવાનું વિચારી પણ ન શકે.' પૂર્વ મેટ્રો પોલીસ અધિકારી માઈકલ ફેનને કહ્યું કે, 'અમેરિકન વસ્તીનો મોટો ભાગ હવે અવગણવા તૈયાર નથી. અમે આ વહીવટથી કંટાળી ગયા છીએ.' કાર્યક્રમ બાદ વિરોધીઓએ વૉશિંગ્ટનના પ્રતિષ્ઠિત નેશનલ મોલ નજીક રેલી કાઢી હતી.


અમેરિકામાં પ્રમુખને પદ પરથી દૂર કરવાની આ પ્રક્રિયા ત્રણ પગલાંમાં વહેંચાયેલી છે, ઈમ્પીચ (મહાભિયોગ): પ્રતિનિધિ ગૃહ સત્તાવાર રીતે પ્રમુખ પર આરોપ મૂકે છે. કન્વિક્ટ (દોષિત ઠેરવવું): કેસ સેનેટમાં જાય છે, જ્યાં જો પૂરતી સંખ્યામાં સેનેટર દોષિત ઠેરવે, તો પ્રમુખ દોષિત ઠરે છે.