જેને રેગ્યુલેટ કરવાનું કામ સેબીને સોંપાયું તેમાં ધવલના ગ્રાહકો પણ : હિડનબર્ગ

August 13, 2024

હિંડનબર્ગના આક્ષેપો પછી સેબી ચીફ દ્વારા તેનો સંયુક્ત જવાબ આપવામાં આવ્યો હતો. હિંડનબર્ગે તેની પ્રતિક્રિયા વ્યક્ત કરીને સેબી ચીફ પર નવા આક્ષેપો કર્યા છે. તેણે અણિયાળો સવાલ પૂછયો છે કે, સેબીના ચેરપર્સન માધબી બૂચનાં પતિના ગ્રાહકોમાં જેને રેગ્યુલેટ કરવાનું કામ સેબીને સોંપાયું હોય તેવા લોકો પણ સામેલ છે કે કેમ?

હિંડનબર્ગે કહ્યું હતું કે સેબીના ચેરપર્સન અને તેમનાં પતિએ જે ખુલાસાઓ કર્યા છે તેમાં જ તેમણે આરોપોને સ્વીકાર્યા છે. સેબીના ચેરપર્સન માધબી બૂચ પતિના નામે બીજા ક્યા રોકાણો અને બિઝનેસ ધરાવે છે? માધબી બૂચનાં જવાબ અને સ્પષ્ટતા બીજા સંખ્યાબંધ મહત્ત્વના સવાલો ઊભા કરે છે. અદાણી ગ્રૂપના ઓફશોર ફંડમાં સેબીના ચેરપર્સન તેમજ તેમનાં પતિ કરોડોનું રોકાણ ધરાવતા હોવાથી જ સેબી દ્વારા અદાણી ગ્રૂપ સામેના આક્ષેપોની તપાસ કરવામાં આવતી નથી.