યુવાન દેખાવવા વાળમાં કલર ન કરો, અપનાવો આ અસરકારક ઘરેલૂ નુસખા

November 25, 2023

એક સમયે વાળના સફેદ થવાનું કારણ ઉંમર માનવામાં આવતું હતું પરંતુ હવે તે એક સામાન્ય સમસ્યા બન્યું છે. નાની ઉંમરના બાળકોમાં પણ વાળના સફેદ થવાની સમસ્યા જોવા મળે છે. નાની ઉંમરમાં બાળકોના વાળ સફેદ થાય છે. વાળના સફેદ થવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ બગડે છે. એવામાં જરૂરી છે કે સમયસર તમે ધ્યાન આપો અને પહેલાથી એવા કેટલાક ઉપાયો કરતા રહો જેનાથી તમારા વાળ કાળા રહે. તો જાણો વાળ સફેદ થવાના કેટલાક ખાસ કારણો અને ઘરેલૂ તથા અસરકારક ઉપાયો પણ.

શું છે મેલાનિન પિગમેન્ટ
આ પિગમેન્ટ વાળના મૂળમાં સેલ્સમાં જોવા મળે છે અને વાળને કાળા કરવાનું કામ કરે છે. જ્યારે મેલાનિન ઓછું થાય છે ત્યારે વાળ સફેદ થવા લાગે છે. એવામાં કેટલાક ખાસ ઉપાયો કરી લેવા જરૂરી બને છે. નેચરલ ઉપાયોથી વાળને ઓછું નુકસાન થાય છે અને વાળ જલ્દી કાળા બને છે.

જાણો 3 અસરકારક ઉપાયો

  • મેથીના દાણા : રસોઈમાં રહેલા મેથીના દાણા વાળને નેચરલ રીતે કાળા કરે છે. તેમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે વાળને કાળા કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તમે 2 ચમચી મેથીના દાણાને રાત ભર પાણીમાં પલાળીને રાખો. સવારે તેને પીસીને વાળના મૂળમાં લગાવો. તમે ઈચ્છો તો તેને નારિયેળ કે બદામના તેલની સાથે મિક્સ કરીને હેયરપેકની જેમ પણ ઉપયોગ કરી શકો છો.
  • આમળા : આમળાને વાળની હેલ્થ માટે લાભદાયી માનવામાં આવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન, વિટામિન સી, ઝિંક અને એન્ટીઓક્સીડન્ટ્સ ગુણ હોય છે જે વાળની મજબૂતી, કાળા બનાવી રાખવા અને ખરવા માટે જરૂરી છે. આમળાનો પ્રયોગ મહેંદીની સાથે કરો. તમે તાજા આમળાનો જ્યૂસ પણ યૂઝ કરી શકો છો. તેનો પાવડર બનાવીને પેસ્ટ બનાવીને પણ ઉપયોગ કરી શકો છો.
  • ચાની ભૂકી : વાળની હેલ્થ માટે ચાની ભૂકી અસરકારક ઉપાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ્સ ગુણ હોય છે જે વાળની હેલ્થ માટે લાભદાયી છે. તમે સૌથી પહેલા ચાની ભૂકીને પાણીમાં ઉકાળો અને ઠંડું થવા રાખો. જ્યારે પાણી ઠંડુ થાય તો તેને વાળમાં લગાવો અને મસાજ કરો. એક કલાક બાદ સામાન્ય પાણીથી વાળ ધોઈ લો. આ પછી અન્ય દિવસે શેમ્પૂ કરો.
  •