પપ્પાના કારણે મળે છે કામ, સોશિયલ મીડિયા પર હોવું જરૂરી નથી: આમિરના દીકરા જુનૈદની કબૂલાત

February 04, 2025

આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની અંદર એક્ટિંગને લઈને ખૂબ ટેલેન્ટ છે. તે ઘણા થિયેટર પ્લે કરવાની સાથે ફિલ્મોમાં પણ પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેની નવી ફિલ્મ 'લવયાપા' ટૂંક સમયમાં થિયેટર્સમાં રિલીઝ પણ થવાની છે જેના પ્રમોશનમાં તે વ્યસ્ત છે.   જુનૈદે કહ્યું કે 'હું આજે જ્યાં પહોંચ્યો છું, તે મારા પિતા આમિર ખાનના કારણે જ પહોંચી શક્યો છું. હું નસીબવાળો છું કે મને સોશિયલ મીડિયા ફોલોઈંગ વિના પણ પ્રોડ્યુસર ફિલ્મો આપે છે. આ તેમનો ખાસ ફાયદો છે. હું હવે એવા સ્ટેજ પર છું જ્યાં મે સોશિયલ મીડિયા પર ન રહેવાનું યોગ્ય સમજ્યું. મને નથી લાગતું કે મોટાભાગના એક્ટર્સને આ ખાસ ફાયદો મળતો હશે, પ્રોડ્યુસર્સ મારી પબ્લિક પ્રેજેન્સ ન હોવા છતાં મને કામ આપે છે. મને નથી લાગતું કે કોઈ અન્યની સાથે આવું થતું હશે. મને આ ખાસ ફાયદો મે જે પરિવારથી આવું છું તેના કારણે મળ્યો છે.' થોડા સમય પહેલા જુનૈદે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે હું વધુથી વધુ લોકો સુધી પોતાની ફિલ્મો પહોંચાડવા માગુ છું. જેના માટે મારું માનવું છે કે એક ફિલ્મને ફ્રી માં યુટ્યુબ પર રિલીઝ કરી દેવી જોઈએ. ઓટીટી અને થિયેટરમાં પણ કોઈ ફરક નથી કેમ કે હું એક એક્ટર છું. જુનૈદ ઘણી વખત પોતાના વિચાર સ્પષ્ટ અને સીધી રીતે લોકોની સામે મૂકતો આવ્યો છે. જેના કારણે લોકો તેના વખાણ પણ કરે છે. જુનૈદની નવી ફિલ્મ લવયાપા 7 ફેબ્રુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થશે. તેની સાથે ફિલ્મમાં એક્ટ્રેસ ખુશી કપૂર પણ જોવા મળવાની છે. ફિલ્મને ડાયરેક્ટ અદ્વિત ચંદને કરી છે.