Breaking News :
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર

પાકિસ્તાનમાં ઈમરજમન્સી લદાઈ, હેલ્થ વર્કરોની રજા રદ્દ, 24 કલાક હાજર રહેવા આદેશ

April 28, 2025

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે અને સેનાએ મોરચો સંભાળી લીધો છે. આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવી રહ્યો છે અને તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે. ભારતની કાર્યવાહીની સીધી અસર પાકિસ્તાનમાં જોવા મળી રહી છે અને તેને મોટા લશ્કરી કાર્યવાહીનો ડર લાગી ગયો છે. પાકિસ્તાને પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

PoK વહીવટીતંત્રે કટોકટી પ્રતિબંધો લાદ્યા છે અને આરોગ્ય કર્મચારીઓની રજાઓ અને સ્થાનાંતરણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. 25 એપ્રિલના રોજ જેલમ ખીણના આરોગ્ય નિર્દેશાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં 'કટોકટી'નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

તમામ હોસ્પિટલો અને આરોગ્ય એકમોમાં તબીબી કર્મચારીઓને તેમના સંબંધિત ફરજ સ્થળોએ તૈનાત રહેવા સૂચના આપવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈપણ કર્મચારીને રજા કે ટ્રાન્સફર આપવામાં આવશે નહીં. સરકારી વાહનોના ખાનગી ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.