ENG vs SA- ઈંગ્લેન્ડ 170 રનમાં તંબુભેગી, દ.આફ્રિકાએ 229 રને આપ્યો કારમો પરાજય

October 21, 2023

દિલ્હી- આજે વર્લ્ડ કપ 2023ની 20મી મેચ ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આજની મેચ બંને દેશો માટે મહત્વપૂર્ણ હતી. બંને ટીમો અગાઉની મેચમાં ઉલટફેરનો શિકાર બની હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં સાત વિકેટે 399 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડને જીતવા માટે 400 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે ઈંગ્લેન્ડની ટીમ 22 ઓવરમાં ફક્ત 170 રન પર તંબુભેગી થઇ ગઈ હતી. આફ્રિકાએ આ મેચ 229 રને જીતી લીધી હતી. હેનરિક ક્લાસેનને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

- સ્કોર 8 ઓવરમાં 43/4
400 રનના વિશાળ લક્ષ્ય સામે મેદાને ઉતરતાં જ ઈંગ્લેન્ડે ખરાબ શરૂઆત કરી છે. 8 ઓવરની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડે માત્ર 38 રન કર્યા હતા અને તેનો ધબડકો થઈ જતાં તેના ટોચના 4 બેટ્સમેન આઉટ થઈ ગયા છે. તેમાં જોની બેરિસ્ટો 10, ડેવિડ મલાન 6, જો રુટ 2 અને સ્ટાર બેટ્સમેન બેન સ્ટોક્સ પણ 5 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયો હતો. 

સાઉથ આફ્રિકાની ઈનિંગ્સ

• સ્કોર 50 ઓવરમાં 399/7

• સાઉથ આફિકાના હેનરિક ક્લાસને સદી ફટકારી

• સ્કોર 45 ઓવરમાં 315/5

• આફ્રિકાની પાંચમી વિકેટ પડી, ડેવિડ મિલર 6 બોલમાં 5 રન બનાવી આઉટ

• આફ્રિકાની ચોથી વિકેટ પડી, એડન માર્કરામ 44 બોલમાં 42 રન બનાવી આઉટ