પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં બે રૂપિયાનો વધારો

April 07, 2025

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. જોકે પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતનો નિર્ણય પેટ્રોલિયમ કંપનીઓ લેશે. ભારત પેટ્રોલિયમ, રિલાયન્સ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી પેટ્રોલિયમ કંપનીઓ શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું... 

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં એક્સાઈઝ ડ્યુટીમાં વધારાની જાણકારી આપવામાં આવી છે. એક્સાઈઝ ડ્યુટીમાં વધારાનો બોઝ સામાન્ય લોકો પર પણ પડી શકે છે. નોંધનીય છે કે અત્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે, જે જોતાં સરકારે પેટ્રોલિયમ કંપનીઓ પર એક્સાઈઝ ડ્યુટી વધારી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમત એક બેરલ પર 63.34 ડોલર છે, પેટ્રોલિયમ કંપનીઓને કાચું તેલ સસ્તામાં પડે છે જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો થયો નથી. એવામાં કંપનીઓને થતો મબલખ લાભ જોતાં સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારી છે જેથી સરકારની આવકમાં પણ વધારો કરી શકાય.