રેસ ફોરમાં સૈફ સાથે સિદ્ધાર્થ જોવા મળે તેવી શક્યતા

April 07, 2025

મુંબઈ: બોલીવૂડની હિટ ફ્રેન્ચાઈઝી 'રેસ'નો ચોથો ભાગ બની રહ્યો છે. તેમાં સૈફ અલી ખાન સાથે કદાચ સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળી શકે છે. બીજી તરફ, હજુ સુધી ફિલ્મની હિરોઈન ફાઈનલ થઈ નથી. ફિલ્મના સર્જક રમેશ તૌરાણીએ સ્પષ્ટ કર્યું  હતું કે હિરોના રોલ માટે સૈફ અને સિદ્ધાર્થનો સંપર્ક કરાયો છે અને તેમની સાથે વાતચીત ચાલી રહી છે. જોકે,  હિરોઈન માટે હજુ સુધી કોઈનો સંપર્ક કરાયો નથી. તેમણે કહ્યું હતું કે ફિલ્મનાં કાસ્ટિંગ વિશે અનેક અટકળો ચાલી રહી છે પરંતુ તે બધામાં કોઈ તથ્ય નથી. ફિલ્મની સ્ક્રિપ્ટ હજુ લખાઈ રહી છે. પહેલીવાર 'રેસ'  ફિલ્મ ૨૦૦૮માં આવી હતી. તે પછી તેના બીજા બે ભાગ રજૂ થયા હતા.