વિયેનામાં ફુટબોલ સ્ટેડિયમ નીચેથી 129 માનવ કંકાલ મળી આવતા ખળભળાટ

April 07, 2025

વિયેનામાં એક ફૂટબોલ સ્ટેડિયમના રિનોવેશન દરમિયાન બાંધકામ કામદારોને રોમન સામ્રાજ્યના સમયની એક સામૂહિક કબર મળી. તેમાં ઓછામાં ઓછા 129 હાડપિંજર મળી આવ્યા છે. એક્સપર્ટનું કહેવું છે કે હાડપિંજર લગભગ 2000 વર્ષ પહેલાં જર્મન જાતિઓ સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલા યોદ્ધાઓના હોઈ શકે છે.

ધ ઇન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, ગયા વર્ષે ઓક્ટોબરમાં સિમરિંગ જિલ્લામાં એક રમતના મેદાનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ મળી આવ્યું હતું. બાંધકામ કંપનીએ મોટી સંખ્યામાં માનવ અવશેષો શોધી કાઢ્યા અને વિયેના મ્યુઝિયમના પુરાતત્વ વિભાગને જાણ કરી. ત્યારબાદ થયેલા ખોદકામ અને વિશ્લેષણથી જાણવા મળ્યું કે આ કબર પહેલી સદીની છે, જે રોમન સામ્રાજ્યનો સમયગાળો હતો જ્યારે વિયેનાનો વિસ્તાર વિન્ડોબોના નામના મુખ્ય લશ્કરી કિલ્લાનું ઘર હતું.