નાઈજિરિયામાં આગ લાગતાં પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ, 70 લોકો જીવતા ભૂંઝાયા

January 20, 2025

શનિવારે સવારે નાઈજર રાજ્યના સુલેજા વિસ્તાર પાસે એક ટેન્કરમાં લાગેલી આગ લાગતાં 70 જેટલા લોકો જીવતા ભૂંજાયા હતા. કેટલાક લોકો જનરેટરનો ઉપયોગ કરીને એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં પેટ્રોલ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને આગ લાગી હતી. આગ નજીક ઉભેલા લોકોને પણ બાનમાં લીધા હતા. જોત જોતામાં આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

નાઈજરના ગવર્નર મોહમ્મદ બાગોએ આ અકસ્માત અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે નાઈજર સ્ટેટના ડિક્કો વિસ્તારમાં ગેસોલિન ટેન્કરમાંથી ઈંધણની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં લગભગ 70 લોકોના મોત થયા છે. પોલીસ અને ફાયર બ્રિગેડે આવીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે સ્થળ પર જ ફાટી નીકળેલી અરાજકતાને કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગેડે આગ ઓલવવામાં સફળતા મેળવી હતી.