સોપોરમાં સેનાનું ઓપરેશન, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઘેર્યા

January 20, 2025

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં ગોળીબારની ઘટના સામે આવી છે. ગોળીબારીની આ ઘટના તે સમયે બની છે, જ્યારે સેનાનું સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. સોપોરના ગુર્જરપેટી જલુરામાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની શક્યતા છે અને કહેવામાં આવી રહ્યું છે કે બે આતંકવાદીઓને સેનાના જવાનો દ્વારા ઘેરી લેવામાં આવ્યા છે.

બારામુલા જિલ્લાના સોપોરમાં 22 RR, CRPFની 179મી બટાલિયન અને પોલીસની ટીમ સર્ચ ઓપરેશન માટે પહોંચી હતી. ગોળીબાર બાદ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ શરૂ થઈ ગયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.