શંકા જતા શિક્ષકોએ પ્રિન્સિપાલના રૂમમાં કેમરા લગાવ્યા, આચાર્ય-શિક્ષિકાનો અશ્લીલ વીડિયો સામે આવ્યો

January 20, 2025

રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાની એક સરકારી શાળામાંથી એક અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શાળાના આચાર્ય અને મહિલા શિક્ષક જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ શિક્ષા વિભાગ દ્વારા બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ આ મામલાની તપાસ માટે સમિતિનું ગઠન કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, આ મામલો ચિત્તોડગઢના ગંગરાર બ્લોકના રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય સાલેરાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાળાના અન્ય શિક્ષકોએ શંકાને આધારે પ્રિન્સિપાલના રૂમમાં ચોરીથી સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા. આ કેમેરામાં પ્રિન્સિપાલ અને શિક્ષિકાને આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા છે.

પ્રિન્સિપાલ અને શિક્ષિકાના એક-બે નહીં પર ડઝનેક વીડિયો સામે આવ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો અને જિલ્લા શિક્ષણાધિકારી રાજેન્દ્રકુમાર શર્માએ તાત્કાલિક કાર્યવાહી કરીને બંનેને સસ્પેન્ડ કરી દીધા હતા. આ મામલાની તપાસ માટે શિક્ષણ વિભાગે એક સમિતિની રચના કરી છે. સસ્પેન્શનના સમયગાળા દરમિયાન આચાર્ય અરવિંદ વ્યાસનું મુખ્યાલય રાશમી ખાતે અને મહિલા શિક્ષિકાનું મુખ્યાલય બેગૂં ખાતે નિશ્ચિત કરવામાં આવ્યું છે.