દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ તૈયાર, ચીનની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં મળશે મદદ

January 20, 2025

દેશનું પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ ફરી એકવાર પરિવહન માટે તૈયાર થઈ ચૂક્યો છે. ભારતના પવિત્ર તીર્થ સ્થળ રામેશ્વરમને ટ્રેન મારફત જોડતો પંબન બ્રિજનું રિકંસ્ટ્રક્શન પૂર્ણ થયુ છે. આ સાથે ભારત ચીનની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી શકશે. શ્રીલંકાના હંબનટોટામાં ચીન અમુક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યુ છે. જેથી પંબન બ્રિજ તૈયાર થઈ જતાં હવે હંબનટોટા પર ચીનની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે. બ્રિટિશ કાર્યકાળ દરમિયાન 1914માં પંબન બ્રિજનું નિર્માણ થયું હતું. પરંતુ તેના અમુક ભાગ જર્જરિત થતાં અને ખામી સર્જાતા 2022માં આ ટ્રેન બ્રિજને બંધ સમારકામ અર્થે બંધ કરવામાં આવ્યો હતો. હવે તેનુ સંપૂર્ણ સમારકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જેથી ફરી એકવાર રામેશ્વરમ જતાં શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ટ્રેન મારફત મુસાફરી કરી શકશે. નવો તૈયાર બ્રિજ આગામી 100 વર્ષ સુધી સુરક્ષિત રહેશે. ડિસેમ્બર, 2022થી જૂના પંબન બ્રિજ પર સંપૂર્ણ અવરજવર બંધ કરાતા રામેશ્વરમ જતી ટ્રેનો અટકાવાઈ હતી. રામેશ્વરમ અને ધનુષકોડી જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટે રોજની 20 ટ્રેનો સંચાલિત હતી. રોજના 9000થી વધુ મુલાકાતીઓ ટ્રેન મારફત મુલાકાત લેતાંહતાં. 1988 સુધી મંડપમ અને રામેશ્વરમ વચ્ચેનું એકમાત્ર ટ્રેન કનેક્શન પંબન બ્રિજ હતું. બાદમાં અન્નાઈ ઈન્દિરા ગાંધી રોડ બ્રિજ નામનો રોડ બ્રિજ પુલ નજીક બનાવવામાં આવ્યો હતો. મંડપમ રામેશ્વરમથી 20 કિમી દૂર છે.  તદુપરાંત રામેશ્વરમમાં અત્યંત પૂરઝડપે વહેતી હવાઓનું આંકલન કરતું સિગ્નલ પણ મુકવામાં આવ્યું છે. વિન્ડ સ્પીડ સિગ્નલ 50 કિમીથી વધુ સ્પીડે ચાલતી હવા અંગે માહિતી આપશે, જેથી તુરંત જ ટ્રેન અટકી જશે. આ બ્રિજની લંબાઈ 2.2 કિમી છે. જે સમૃદ્ધ તટથી 22 મીટરની ઊંચાઈએ સ્થિત છે.