ધર્મશાલામાં પેરાગ્લાઈડિંગ દરમિયાન સર્જાઈ દુર્ઘટના, ગુજરાતની 19 વર્ષીય યુવતીનું થયું મોત

January 20, 2025

શનિવારે સાંજે 5 વાગ્યે, અમદાવાદની રહેવાસી યુવતી ધર્મશાળામાં પેરાગ્લાઈડિંગ પર જવાનું નક્કી કર્યું. તે તેના પરિવાર સાથે ફરવા આવી હતી અને એડવેન્ચરનો અનુભવ કરવા માટે ઈન્દ્રનાગ પેરાગ્લાઇડિંગ સાઇટ પર પહોંચી હતી. ઉડતી વખતે, પેરાગ્લાઈડરે બેલેન્સ ગુમાવવાના કારણે યુવતી અને તેના સહાયક મુનીશ કુમાર ઊંડી ખીણમાં પડી ગયા હતા. ત્યારબાદ બંનેને બહાર લાવીને તાત્કાલિક ધર્મશાળા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ યુવતીને મૃત જાહેર કરી હતી. ગંભીર ઈજાઓને કારણે સહાયક મુનિષને ટાંડા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

અકસ્માતની પુષ્ટિ કરતા એએસપી કાંગડા બીર બહાદુરે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. શરૂઆતની તપાસમાં પેરાગ્લાઈડરનું અસંતુલન અકસ્માતનું કારણ હોવાનું કહેવાય છે. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે અને સલામતીના ધોરણોમાં કોઈ ખામી હતી કે કેમ તે શોધવા માટે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.