લાહોરમાં એરપોર્ટ પર ભીષણ આગ, તમામ ફ્લાઈટો રદ કરાઈ

April 26, 2025

શનિવારે પાકિસ્તાનના લાહોરમાં આવેલા અલ્લામા ઇકબાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ભીષણ આગ લાગી હતી, જેના પગલે બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન આર્મીનું એક વિમાન લાહોર એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું ત્યારે તેના એક ટાયરમાં આગ લાગી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર એન્જિનોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. ઘટનાને કારણે રનવેને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે.