ફૂટબોલના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઇટ કાર્ડ દેખાયું:પોર્ટુગલની લીગમાં સામે આવ્યું, જાણો શા માટે ઉપયોગ કરવામાં આવ્યું
January 26, 2023

ફૂટબોલમાં યલો કાર્ડ અને રેડ કાર્ડ વિશે બધા જાણે છે, પરંતુ પોર્ટુગલની વુમન્સ લીગમાં રેફરીએ ખિસ્સામાંથી વ્હાઈટ કાર્ડ કાઢ્યું હતું. આ સફેદ કાર્ડ પોર્ટુગીઝ ક્લબ બેનફિકા અને સ્પોર્ટિંગ લિસ્બન વચ્ચે મહિલા કપની ક્વાર્ટર ફાઈનલ મેચ દરમિયાન બતાવવામાં આવ્યું હતું. હાફ ટાઈમ પહેલાં બેનફિકા 3-0થી આગળ હતી, એ સમયે રેફરીએ વ્હાઈટ કાર્ડ બતાવવાનું નક્કી કર્યું. કાર્ડ બહાર આવતાંની સાથે જ સ્ટેડિયમના લોકોએ રેફરી માટે ચિયર કર્યું હતું.
પોર્ટુગલની નેશનલ પ્લાન ફોર એથિક્સ ઇન સ્પોર્ટ (PNED)એ એક નવી પહેલ કરી છે, જે મુજબ વ્હાઈટ કાર્ડ ફેર પ્લે માટે બતાવવામાં આવશે. પોર્ટુગલ ફૂટબોલ ફેડરેશને આ પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જ્યારે પણ બે ટીમ રમતની ભાવનાથી એકબીજા સાથે રમે છે ત્યારે રેફરી વ્હાઈટ કાર્ડ બતાવશે.
બેનફિકા અને સ્પોર્ટિંગ લિસ્બન વચ્ચેની મેચ દરમિયાન પ્રેક્ષકોમાં એક ચાહક બીમાર પડ્યો અને બેહોશ થઈ ગયો. પરિસ્થિતિને સંભાળવા માટે બંને તરફથી ટીમની મેડિકલ ટીમ સ્ટેન્ડ પર પહોંચી હતી અને મિનિટોમાં ચાહકને તબીબી સારવાર આપવામાં આવી હતી. તબીબોની પ્રશંસામાં રેફરી સફેદ કાર્ડ બતાવે છે, ત્યાર બાદ બેનફિકાએ પોર્ટુગલમાં મહિલા ફૂટબોલ રમત માટે રેકોર્ડ ભીડ સામે મેચ 5-0થી જીતી લીધી.
1970 ફિફા વર્લ્ડ કપની રજૂઆત પછી, યલો કાર્ડ અને રેડ કાર્ડ વિશ્વભરમાં ફૂટબોલનો એક ભાગ બની ગયા. જ્યારે કોઈ ખેલાડી ફાઉલ કરે છે ત્યારે તે ફાઉલની ગંભીરતાના આધારે યલો અને રેડ કાર્ડ બતાવવામાં આવે છે. યલો કાર્ડ એટલે ચેતવણી હોય છે. જ્યારે રેડ કાર્ડ મળે છે ત્યારે ખેલાડી મેચની બહાર થઈ જાય છે અને ટૂર્નામેન્ટની આગામી મેચ માટે સસ્પેન્ડ થઈ જાય છે. રેફરી એકવાર રેડ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. જ્યારે જો કોઈ ખેલાડીને બે યલો કાર્ડ મળે છે તો એ એક રેડ કાર્ડ બરાબર થાય છે. બેનફિકા અને લિસ્બન મેચમાં સફેદ કાર્ડ જોઈને ઘણા દર્શકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા
લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ અને આર્જેન્ટીના વચ્ચે 1966 ફિફા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલ યોજાઈ હતી. આ મેચમાં જર્મન રેફરી રુડોલ્ફ કેથરીન રેફરી હતા. મેચ પછી અખબારના અહેવાલો જણાવે છે કે રેફરી રુડોલ્ફ ક્રેટલિને અંગ્રેજો બોબી અને જેક ચાર્લટનને ચેતવણી આપી હતી, સાથે જ આર્જેન્ટીનાના એન્ટોનિયો રેટિનને પણ ચેતવણી આપી હતી. રેફરી, જર્મન ભાષી હોવાને કારણે રમત દરમિયાન તેના નિર્ણયની સ્પષ્ટતા કરી ન હતી. આ કારણે ઈંગ્લેન્ડના કોચ આલ્ફ્રેડો રામસેએ સ્પષ્ટતા માટે મેચ પછી ફિફાના અધિકારી સાથે વાત કરીને રમતમાં કાર્ડનું ચલણ શરું થયું હતું.
Related Articles
ઓસ્ટ્રેલિયા સામે આજે ત્રીજી વન-ડે, ટીમ ઈન્ડિયાની નજર હવે શ્રેણી જીતવા પર
ઓસ્ટ્રેલિયા સામે આજે ત્રીજી વન-ડે, ટીમ ઈ...
Mar 22, 2023
પાકિસ્તાનમાં રમવા અંગે પહેલા બીસીસીઆઇને નિર્ણય લેવા દો : અનુરાગ ઠાકુર
પાકિસ્તાનમાં રમવા અંગે પહેલા બીસીસીઆઇને...
Mar 21, 2023
યુપી વોરિયર્ઝ પ્લે-ઓફમાં પ્રવેશ્યું, ગુજરાત ટાઈટલની રેસમાંથી બહાર, મુંબઈને હરાવી દિલ્હી ટોચ પર
યુપી વોરિયર્ઝ પ્લે-ઓફમાં પ્રવેશ્યું, ગુજ...
Mar 21, 2023
ગુજરાતે દિલ્હીને રોમાંચક મેચમાં 11 રને હરાવ્યું
ગુજરાતે દિલ્હીને રોમાંચક મેચમાં 11 રને હ...
Mar 16, 2023
સી.કે.નાયડુ ટ્રોફીમાં ગુજરાતની ટીમે મુંબઈને હરાવી બન્યું ચેમ્પિયન
સી.કે.નાયડુ ટ્રોફીમાં ગુજરાતની ટીમે મુંબ...
Mar 15, 2023
Trending NEWS

24 March, 2023

24 March, 2023

23 March, 2023

23 March, 2023

23 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023