પિત્તશામક અને પાચનશક્તિ વધારનાર : દાડમ
July 30, 2024
મીઠાં દાડમ ત્રણે દોષને હરનાર, તરસ, દાહ અને તાવમાં ફાયદાકારક છે. વળી, એ પિત્તશામક હોઈ, પિત્ત પ્રકૃતિવાળા માણસોને પણ માફક આવે છે. આ મીઠાં દાડમ વાયુ પ્રકૃતિવાળા માટે ઉત્તમ છે. મીઠાં દાડમ બળ અને બુદ્ધિ વધારે છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે દાડમમાં દસથી પંદર ટકા જેટલી શર્કરા હોય છે. લાલ દાડમમાં લોહતત્ત્વ વધારે હોય છે.
દાડમની છાલ પાચનશક્તિ વધારનાર ને ગ્રાહી છે. જૂના મરડામાં લવિંગ સાથે ઉકાળીને તે આપવાથી બીજા ઉપચારો કરતાં તે વધારે ગુણ આપે છે. દાડમના દાણા અને દાણાનો રસ પેટની પીડાનો નાશ કરનાર છે. તેના ફૂલ ગ્રાહી છે. દાડમના દાણામાંથી બનાવેલ શરબત રુચિકર અને પિત્તશામક છે. દાડમ ખાવાથી શરીરમાં એક પ્રકારની ચેતના-સ્ફૂર્તિ આવે છે.
દોષ
- ખટમધુર દાડમ જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર, તૂરા રસવાળા, મળનું શોષણ કરનાર છે.
- આહારમાં ઉપયોગ વખતે લેવાની કાળજી
- મીઠાં દાડમ ત્રિદોષને અને ખાટાં દાડમ વાયુ તથા કફને હણે છે, તે ધ્યાને લઈ તેનું સેવન કરવું હિતકારી છે.
ઔષધીય ગુણ
- દાડમનો રસ, સિંધવ અને મધ એકત્ર કરી ચાટવાથી અરુચિ મટે છે.
- પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો ઊઘડે છે.
- દાડમનાં ફળ, છાલ ચોખાના ઓસામણમાં આપવાથી પ્રદર રોગમાં ફાયદો થાય છે.
- દાડમની છાલનો ટુકડો મોંમાં રાખી તેનો રસ ચૂસવાથી ખરેચી (ઉધરસ) મટે છે.
- ખટમીઠાં દાડમના દાણા ખાવાથી સગર્ભાનું હૃદય અને શરીર કમજોર રહેતું હોય તો તેમાં સુધારો થાય છે અને સગર્ભાની નબળાઈ દૂર થાય છે.
Related Articles
હાઇ બીપીના દર્દીએ કયા સમયે કરવો જોઇએ નાસ્તો?
હાઇ બીપીના દર્દીએ કયા સમયે કરવો જોઇએ નાસ...
લાલ, મરુનની બાદબાકી કરી લેટેસ્ટ પેડીક્યોર નેઇલ પેઇન્ટ અપનાવો
લાલ, મરુનની બાદબાકી કરી લેટેસ્ટ પેડીક્યો...
Aug 10, 2024
સ્લીવલેસ ડ્રેસને આ રીતે સ્ટાઇલ કરવાથી લુક લાગશે સ્ટાઇલિશ
સ્લીવલેસ ડ્રેસને આ રીતે સ્ટાઇલ કરવાથી લુ...
Aug 10, 2024
વર્ષે એક વખત ખુલે મંદિરના દ્વાર,કાલસર્પ દોષથી મળે મુક્તિ
વર્ષે એક વખત ખુલે મંદિરના દ્વાર,કાલસર્પ...
Aug 07, 2024
ફેશનમાં અપડેટ રહેવા વોર્ડરોબમાં આ જીન્સને કરો સામેલ
ફેશનમાં અપડેટ રહેવા વોર્ડરોબમાં આ જીન્સન...
Jul 30, 2024
Trending NEWS
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
Nov 12, 2024