'ગૌહર ખાન મને ધર્મ પરિવર્તનનું દબાણ કરતી...' બ્રેકઅપના વર્ષો બાદ અભિનેતાનો આરોપ

May 27, 2025

ટીવી એક્ટર કુશાલ ટંડન એકવાર ફરી ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને ચર્ચામાં છે. એક્ટરે વર્ષો બાદ બ્રેકઅપના કારણનો ખુલાસો કર્યો છે. બંનેએ એક વર્ષના ડેટિંગ બાદ પોતાનો સંબંધ ખતમ કરી દીધો હતો. જેના પર હવે એક્ટરે કહ્યું કે, 'તે મારો ધર્મ બદલવા ઈચ્છતી હતી.' ગૌહર ખાન અને કુશાલ ટંડનના પ્રેમની શરૂઆત વર્ષ 2013માં બિગ બોસના ઘરમાં થઈ હતી. બંને પહેલાં મિત્ર બન્યા અને બાદમાં પ્રેમ થઈ ગયો. શોની બહાર પણ બંનેનો સંબંધ આગળ વધ્યો હતો. પરંતુ, તે લાંબા સમય સુધી ચાલી ન શક્યો. બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરીને બ્રેકઅપની જાહેરાત કરી હતી. પરંતુ, છેક હવે જતા બંનેના બ્રેકઅપનું કારણ સામે આવ્યું છે.  કુશાલે ગૌહર સાથે બ્રેકઅપના કારણનો ખુલાસો કરતા કહ્યું કે, 'અમારા બ્રેકઅપનું કારણ ધર્મ હતો. ગૌહર મને હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ પરિવર્તનની માંગ કરી રહી હતી. મારા માટે જિંદગીમાં પ્રેમ મહત્ત્વનો છે પરંતુ, તે જ બધું નથી.' જણાવી દઈએ કે, ગૌહર સાથે બ્રેકઅપ બાદ પણ કુશાલ હજુ સુધી કુંવારો છે. જોકે, ઘણીવાર એવી ચર્ચા સામે આવી છે કે, તે શિવાંગી જોશી સાથે રિલેશનશીપમાં છે. વળી, ગૌહર ખાને જૈદ દરબાર સાથે લગ્ન કરી લીધા છે. બંને જલ્દી જ બીજીવાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. એક્ટ્રેસે હાલમાં જ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી પોતાની તસવીરો શેર કરી છે.