ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2025 : પાયલ કાપડિયાની ફિલ્મ એવોર્ડ જીતવામાં નિષ્ફળ

January 07, 2025

અમેરિકામાં લોસ એન્જેલસમાં ધ બેવર્લી હિલ્ટન ખાતે યોજાયેલા 82મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં પાયલ કાપડિયાની 'ઓલ વી ઇમેજિન એઝ લાઇટ' બેસ્ટ મોશન પિક્ચર નોન-ઇંગ્લિશ લેંગ્વેજ કેટેગરીમાં એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી. આ કેટેગરીમાં ફ્રાન્સની 'એમિલિઆ પેરેઝ' ફિલ્મને એવોર્ડ મળ્યો. 'એમિલિઆ પેરેઝ' ફિલ્મને બેસ્ટ મ્યુઝિકલ/કોમેડી ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો.

બેસ્ટ ડ્રામા ફિલ્મનો એવોર્ડ 'ધ બ્રૂટલિસ્ટ' ફિલ્મે જીત્યો હતો. આ જ ફિલ્મ માટે એડ્રિયન બ્રોડીએ બેસ્ટ એક્ટર મોશન પિક્ચર-ડ્રામાનો એવોર્ડ જીત્યો હતો જ્યારે ફર્નાન્ડા ટોરેસે 'આઇ એમ સ્ટીલ હિયર' ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસ મોશન પિક્ચર-ડ્રામાનો એવોર્ડ જીત્યો હતો. 'હેક્સ'ને બેસ્ટ મ્યુઝિકલ/કોમેડી સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.પાયલ કાપડિયા એવોર્ડ ન જીતવા છતાં ચર્ચામાં રહી હતી. તેણે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય મહિલા દિગ્દર્શક નોમિનેટ થયાની સિદ્ધિ મેળવી હતી.