દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ, રસ્તાઓ પાણીમાં ગળાડૂબ
September 02, 2025

દિલ્હીમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજધાની સહિત સમગ્ર NCRમાં હળવોથી ભારે વરસાદ પડ્યો છે. સપ્ટેમ્બર મહિનાની ઠંડીની શરૂઆતથી હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ટ્રાફિકની સ્થિતિ એવી છે કે દિલ્હી-ગુરુગ્રામમાં કલાકો સુધી જામ રહ્યો હતો. વાહનો ફસાયેલા જોવા મળ્યા હતા. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. યમુનાનું જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે.
રિપોર્ટ અનુસાર ઓગસ્ટ મહિનો દિલ્હીમાં 10 વર્ષ પછી ઠંડો રહ્યો છે. ગઈકાલના વરસાદ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સપ્ટેમ્બર મહિનામાં પણ લોકોને ગરમીથી રાહત મળશે. તાપમાનમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે, જેમાં 30 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આજે પણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, ગઈકાલથી રસ્તાઓ પર વાહનો ફરી રહ્યા છે. ગુરુગ્રામમાં કામ કરતા લોકોને 2 દિવસ ઘરેથી કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
દિલ્હી ઉપરાંત, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પણ ભારે વરસાદથી લોકો પ્રભાવિત થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ માટે અહીં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
Related Articles
12000 કરોડના કૌભાંડી મેહુલ ચોક્સીનું થશે પ્રત્યાર્પણ! ભારતે બેલ્જિયમ સાથે ડિટેલ્સ શેર કરી
12000 કરોડના કૌભાંડી મેહુલ ચોક્સીનું થશે...
Sep 08, 2025
'દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર...', સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
'દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણ...
Sep 08, 2025
મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ, પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો હતો
મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા...
Sep 08, 2025
પંજાબમાં પૂરથી તબાહી, અત્યાર સુધીમાં 46 લોકોનાં મોત, PM મોદી લેશે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત
પંજાબમાં પૂરથી તબાહી, અત્યાર સુધીમાં 46...
Sep 08, 2025
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના-આતંકી અથડામણ, અધિકારી સહિત 3 જવાન ઇજાગ્રસ્ત
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના-આતંકી અથડ...
Sep 08, 2025
લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડોના કિંમતી સોનાના કળશની ચોરીનો પર્દાફાશ
લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડોના કિંમતી સ...
Sep 08, 2025
Trending NEWS

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

07 September, 2025

07 September, 2025

07 September, 2025