ધર્મેન્દ્રના હોસ્પિટલમાં દાખલ થયા પછી પહેલીવાર જોવા મળ્યા હેમા માલિની-એશા દેઓલ

November 12, 2025

બોલીવુડના હી-મેન ધર્મેન્દ્ર હજુ પણ હોસ્પિટલમાં એડમિટ છે. એક્ટરની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાના સમાચાક છે. પરંતુ હાલમાં કોઈને પણ તેમને મળવાની પરવાનગી નથી. તેમનો આખો પરિવાર તેમની સાથે હાજર છે. જ્યારથી એક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યારથી દરેક તેમના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એશા અને હેમા એક કારમાં સાથે જોવા મળે છે. દ્રશ્ય દરમિયાન બંનેના ચહેરા પર ઉદાસી જોવા મળી રહી હતી. તેઓ મીડિયાને ઈગ્નોર કરીને ચાલ્યા ગયા. સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના મૃત્યુના સમાચાર આવ્યા પછી અને સમાચારમાં એશા અને હેમાએ પોતે પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે આ સમાચાર ખોટા છે.

હેમા માલિનીએ પોતાની પોસ્ટમાં બધાને વિનંતી કરી છે કે આવા ખોટા સમાચાર ન ફેલાવો કે તેના પર ધ્યાન ન આપો. સની અને બોબીની ટીમ પણ આ બાબતે અપડેટ્સ આપી રહી છે. વધુમાં સોશિયલ મીડિયા પર એક બીજો વીડિયો સામે આવ્યો છે જેમાં એશા, હેમા અને અભય એકસાથે જોવા મળે છે. આ વીડિયોમાં ત્રણેય હોસ્પિટલની બહાર જતા જોવા મળે છે.