શેર બજારે રચ્યો ઇતિહાસ, સેન્સેક્સ પહેલી વાર 85,000ને પાર

September 24, 2024

શેરબજારમાં છેલ્લા બે દિવસથી તેજી જોવા મળી રહી છે. પરંતુ મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ખૂલ્યા હતા. જો કે બહુ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. પરંતુ 15 મિનિટ બાદ જ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં આવી ગયો હતો. આમ ધીમી ગતિએ આગળ વધવા છતા શેર માર્કેટે નવો ઇતિહાસ રચી દીધો છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર વાળા સેન્સેક્સમાં તેજી જોવા મળી છે જે ઉછળીને ઓલટાઇમ હાઇ 85,041.34 પોઇન્ટ પર પહોંચી ગયો છે. આવુ પહેલીવાર જોવા મળ્યુ કે જ્યારે સેન્સેક્સે 85 હજારનો આંકડો પાર કર્યો, નિફ્ટી પર 26 હજારની નજીક ટ્રેડ કરી રહ્યું છે.