ICC Awards 2022: સૂર્યકુમાર યાદવ ટી-20નો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, મહિલાઓમાં મેક્ગ્રા
January 25, 2023

નવી દિલ્હી : ભારતના સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવને આઈસીસીએ 2022નો સર્વશ્રેષ્ઠ ટી-20 ક્રિકેટર જાહેર કર્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની તાહિલા મેક્ગ્રાને 2022ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો એવોર્ડ મળ્યો છે. 2022માં સૂર્યકુમારે 31 ટી-20 મેચમાં 46.56ની સરેરાશથી 187.43ના સ્ટ્રાઈક રેટ સાથે 1164 રન કર્યા હતા.
જ્યારે એક વર્ષમાં ટી-20માં એક હજારથી વધુ રન ફટકારનાર તે ફક્ત બીજો બેટ્સમેન છે. આ વર્ષે તેણે કુલ 68 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમાર એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો છે. ગત વર્ષે તેણે બે સદી અને 9 અર્ધસદી ફટકારી હતી.
સૂર્યકુમારે ટી-20માં પ્રથમ સદી પણ ગત વર્ષે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફટકારી હતી. ઈંગ્લેન્ડે 216 રનનો ટારગેટ આપ્યો હતો જેના જવાબમાં ભારતીય ટીમે 31 રને 3 વિકેટ ગુમાવી હતી. તેના પછી સૂર્યકુમારે એક યાદગાર ઈનિંગ રમી હતી. તેણે ૫૫ બોલમાં 117 રન ફટકાર્યા હતા. તેણે ભારતને જીતને અણીએ લાવી દીધું હતું અને તેના આઉટ થતાં જ આપણે હારી ગયા હતા.
Related Articles
ઓસ્ટ્રેલિયા સામે આજે ત્રીજી વન-ડે, ટીમ ઈન્ડિયાની નજર હવે શ્રેણી જીતવા પર
ઓસ્ટ્રેલિયા સામે આજે ત્રીજી વન-ડે, ટીમ ઈ...
Mar 22, 2023
પાકિસ્તાનમાં રમવા અંગે પહેલા બીસીસીઆઇને નિર્ણય લેવા દો : અનુરાગ ઠાકુર
પાકિસ્તાનમાં રમવા અંગે પહેલા બીસીસીઆઇને...
Mar 21, 2023
યુપી વોરિયર્ઝ પ્લે-ઓફમાં પ્રવેશ્યું, ગુજરાત ટાઈટલની રેસમાંથી બહાર, મુંબઈને હરાવી દિલ્હી ટોચ પર
યુપી વોરિયર્ઝ પ્લે-ઓફમાં પ્રવેશ્યું, ગુજ...
Mar 21, 2023
ગુજરાતે દિલ્હીને રોમાંચક મેચમાં 11 રને હરાવ્યું
ગુજરાતે દિલ્હીને રોમાંચક મેચમાં 11 રને હ...
Mar 16, 2023
સી.કે.નાયડુ ટ્રોફીમાં ગુજરાતની ટીમે મુંબઈને હરાવી બન્યું ચેમ્પિયન
સી.કે.નાયડુ ટ્રોફીમાં ગુજરાતની ટીમે મુંબ...
Mar 15, 2023
Trending NEWS

24 March, 2023

24 March, 2023

23 March, 2023

23 March, 2023

23 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023