આઈસીસી મહિલા ટી-20 ટીમઃ આઈસીસી ટીમમાં સ્મૃતિ મંધાના સહિત 4 ભારતીયો, પાકિસ્તાન તરફથી માત્ર એક ખેલાડી

January 24, 2023

Upનવી દિલ્હી: આઇસીસીએ આઇસીસી વિમેન્સ ટી-20 આઇ ટીમ ઓફ ધ યર-2022ની જાહેરાત કરી દીધી છે. તેમાં ભારતીય ખેલાડીઓનો દબદબો છે. ભારત તરફથી સૌથી વધુ 4 ખેલાડીઓ તેને બનાવવામાં સફળ રહ્યા છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના ત્રણ અને પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને શ્રીલંકાના એક-એક ખેલાડીને 11 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું છે. સ્મૃતિ મંધાના ઉપરાંત દીપ્તિ શર્મા, રિચા ઘોષ અને ફાસ્ટ બોલર રેણુકા સિંઘનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇનને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે.