'તું મારી નહીં તો બીજાની પણ નહીં થવા દઉં...', ભુજમાં યુવતીની પ્રેમીએ કરી હત્યા
November 23, 2025
ભુજ- ભુજના ઢોરી ગામે 28 વર્ષીય યુવતીનો ઘાતકી હાલતમાં મૃતદેહ મળી આવતી ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે મૃતકના ભાઈને જાણ કરાતાં માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ યુવતીને માથા અને મોંના ભાગે પથ્થરના ઘા મારીને હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ, ભુજના ઢોરી ગામની ઝરીના દાઉદ નામની યુવતીના નિરોણા ગામે લગ્ન થયા બાદ પતિ સાથે મનમેળ ન આવતા ત્રણ વર્ષે છૂટાછેડા લીધા હતા. આ પછી તે પિયરમાં રહેતી હતી. ઝરીના ગામના હરેશ કાનજીભાઈ ગાગલ નામના યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલે છે. જોકે, આ દરમિયાન ઝરીનાના પરિવારે બીજા લગ્ન નક્કી કર્યા હતા. ઘટના દિવસે હરેશે ઝરીનાને તેની ડેરી ખાતે મળવા બોલાવી હતી. આ દરમિયાન ઝરીના જણાવ્યું હતું કે 'આપણી હવે અંતિમ મુલાકાત છે. મારા પરિવાર વાળાએ બીજા લગ્નની વાત કરી છે.' એટલામાં હરેશ ઉશ્કેરાઈ જઈને 'તું મારી નહીં થાય તો બીજી કોઈની નહીં થવા દઉં' એમ કહીને ઝરીનાના માથાના ભાગે પથ્થર વડે ઘા કરીને મોતને ઘાટ પહોંચાડે. હત્યાના બનાવને પગલે મૃતકના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં સામાજિક આગેવાન હોસ્પિટલ પહોંચીને સમગ્ર મામલે તટસ્થ પોલીસ તપાસની માગ કરી છે.
Related Articles
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026