હું ખરેખર થાકી ગયો છું...: વિક્રાંત મેસીએ 'રિટાયરમેન્ટ'ની પોસ્ટ મુદ્દે આપ્યો જવાબ
December 14, 2024

ટીવી દુનિયાની લઈને ફિલ્મી દુનિયામાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરનાર વિક્રાંત મેસી ગત મહિનાથી પોતાની 'રિટાયરમેન્ટ પોસ્ટને લઈને ચર્ચામાં છે. ગત મહિને 15મી નવેમ્બરે તેમની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' રિલીઝ થઈ હતી, જેને દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં લાગેલી આગની ઘટના પર આધારિત આ ફિલ્મ પીએમ મોદીએ પોતાની કેબિનેટ સાથે બેસીને જોઈ હતી અને ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી. આ વચ્ચે વિક્રાંતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા, જેમાં તેણે 2025માં એક્ટિંગમાંથી બ્રેક લેવાની વાત કરી હતી. જેને તેના ચાહકોએ એક્ટિંગમાંથી 'રિટાયરમેન્ટ' સમજી લીધી હતી. હવે તાજેતરમાં જ એક્ટરે આ ગેરસમજ પર વાત કરતા પોતાની સ્પષ્ટતા આપી અને જણાવ્યું કે, હું થોડા સમય માટે પોતાના કામમાંથી બ્રેક લઈ રહ્યો છું, રિટાયરમેન્ટ નથી લઈ રહ્યો. હું બસ થોડો સમય પરિવાર સાથે વિતાવવા માગુ છું, ત્યારબાદ હવે તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં વિક્રાંતે જણાવ્યું કે, 'મેં વિચાર્યું ન હતું કે મારા જીવનમાં આ બધુ થશે. 12મી ફેલ કરી લીધી, અને તેમાં મારા કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી. મારું સપનું હતું કે, લાઈફમાં ફિલ્મફેર મળે અને તે પણ મળી ગયો. મને જે ઓળખ મળી તેના માટે હું ખૂબ જ આભારી છું. ખાસ કરીને એક મિડલક્લાસ બેકગ્રાઉન્ડથી આવનારા વ્યક્તિ તરીકે. મધ્યમવર્ગીય પરિવારની વ્યક્તિ માટે વડા પ્રધાનને મળવું, તેમણે અને સમગ્ર મંત્રીમંડળે ફિલ્મ જોવી એ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે પહેલેથી જ એક મોટી ઉપલબ્ધિ છે.'
Related Articles
શેફાલીના નિધન બાદ એન્ટી એજિંગ દવાઓ પર પ્રતિબંધની માગ
શેફાલીના નિધન બાદ એન્ટી એજિંગ દવાઓ પર પ્...
Jul 06, 2025
બોલીવૂડમાં પુનરાગમન કરી રહી હોવાનો પ્રિયંકા ચોપરાનો સંકેત
બોલીવૂડમાં પુનરાગમન કરી રહી હોવાનો પ્રિય...
Jul 05, 2025
દિલજીત દોસાંઝને બોર્ડર ટુમાં કામ કરવાની મંજૂરી અપાઈ
દિલજીત દોસાંઝને બોર્ડર ટુમાં કામ કરવાની...
Jul 05, 2025
માફ કરજો મિત્રો! વિદાય લઈ રહી છું...', જાણીતી ટીવી અભિનેત્રીની પોસ્ટ જોઈ ફેન્સ ચોંક્યા
માફ કરજો મિત્રો! વિદાય લઈ રહી છું...', જ...
Jul 05, 2025
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનને ભોપાલમાં પૈતૃક સંપત્તિના કેસમાં મોટો ઝટકો
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનને ભોપાલમાં પ...
Jul 05, 2025
મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને ઝટકો, હાઈકોર્ટે ફગાવી ફરિયાદ રદ કરવાની અરજી
મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝન...
Jul 04, 2025
Trending NEWS

06 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025