દક્ષિણ ઈરાનમાં શહીદ રાજાઈ બંદર પર થયેલા ભીષણ વિસ્ફોટમાં મૃતકોનો આંકડો 20થી વધુ થયો, 750થી વધુ ઘાયલ

April 28, 2025

દક્ષિણ ઈરાનના હોર્મુઝગાન પ્રાંતના બંદર અબ્બાસ શહેરમાં શહીદ રાજાઈ બંદર પર શનિવારે થયેલા ભીષણ વિસ્ફોટમાં 20થી વધુ લોકોના મોત થયા છે અને 750થી વધુ ઘાયલ થયા છે. આ સાથે જ વિસ્ફોટથી આકાશમાં ધુમાડાનો એક મોટો ગોટો ફેલાઈ ગયો અને આસપાસની ઇમારતો અને કારોને ભારે નુકસાન પહોંચ્યું હતું.

દક્ષિણ ઈરાનના હોર્મુઝગાન પ્રાંતના બંદર અબ્બાસ શહેરમાં શહીદ રાજાઈ બંદર પર શનિવારે થયેલા ભીષણ વિસ્ફોટમાં 20થી વધુ લોકોના મોત થયા છે અને 750થી વધુ ઘાયલ થયા છે. આખરે કેવી રીતે થયો વિસ્ફોટ, તેની તપાસ ચાલી રહી છે. વિસ્ફોટથી આકાશમાં ધુમાડાનો એક મોટો ગોટો ફેલાઈ ગયો અને આસપાસની ઇમારતો અને કારોને ભારે નુકસાન પહોંચ્યું. વિસ્ફોટ શનિવારે એ સમયે થયો જ્યારે ઈરાન અને અમેરિકાના અધિકારીઓ તેહરાનના ઝડપથી આગળ વધી રહેલા પરમાણુ કાર્યક્રમ પર ત્રીજા રાઉન્ડની વાતચીત માટે ઓમાનમાં મળ્યા હતા.

જો કે, વાતચીતનું નેતૃત્વ કરી રહેલા ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ સ્વીકાર્યું હતું કે ''પાછલા ઉદાહરણોને જોતા અમારી સુરક્ષા સેવાઓ હાઈ એલર્ટ પર છે.'' જો કે, ઘાયલોને નજીકના તબીબી કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. પડોશી ફાર્સ પ્રાંતની રાજધાની શિરાઝમાં 90 પથારીવાળી હોસ્પિટલને પણ આ ઘટનામાં સંભવિત રીતે ઘાયલોને દાખલ કરવા માટે તૈયાર રાખવામાં આવી છે.