PRની રાહત જોતા હજારો ભારતીયોને ઝટકો, કેનેડાએ 2-2 વર્ષ જૂની અરજીઓ ફગાવી દીધી
November 15, 2025
ઓન્ટારિયો : કેનેડામાં નોકરી કરી રહેલા અને PR (Permanent Residence)ની રાહ જોઈ રહેલા ભારતીયોને મોટો ઝટકો લાગ્યો છે. કેનેડાના ઓન્ટારિયો સરકારે અચાનક પોતાના સ્કિલ્ડ ટ્રેડ્સ સ્ટ્રીમ બંધ કરી દીધું છે. આ સાથે જ આ પ્રોગ્રામ હેઠળ સબમિટ કરાયેલી તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે. આ અરજીઓ છેલ્લા દોઢ-બે વર્ષથી પેન્ડિંગ હતી. સરકારનું કહેવું છે કે લોકોને તેમની ફી અને ફાઈલો પરત કરી દેવામાં આવશે.
આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીયો પર પડી છે, કારણ કે કેનેડાના સ્કિલ્ડ ટ્રેડ્સ સેક્ટરમાં ભારતીય વર્કર્સની સંખ્યા સૌથી વધુ છે અને હજારો લોકો આ સ્ટ્રીમ દ્વારા PR મેળવવાની આશા રાખીને બેઠા હતા. ફગાવી દેવામાં આવેલી અરજીઓની સંખ્યા પણ હજારોમાં છે.
આ નિર્ણય ઓન્ટારિયો (કેનેડા)ના ઈમિગ્રેશન પ્રોગ્રામ OINP (Ontario Immigrant Nominee Program) દ્વારા લેવામાં આવ્યો છે. તેમણે પોતાની 'Express Entry: Skilled Trades Stream'ને તાત્કાલિક રોકી દીધી છે. આ સાથે જ આ સ્ટ્રીમમાં હવે કોઈ નવી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. પહેલાથી જ પ્રક્રિયામાં રહેલી અરજીઓ પરત કરી દેવામાં આવી છે.
ઓન્ટારિયો સરકારનું કહેવું છે કે, આ સ્ટ્રીમમાં વ્યાપક પ્રમાણમાં ખોટી જાણકારી (misrepresentation) અને ફ્રોડ થઈ રહ્યો હતો. સ્ટ્રીમની વર્તમાન રૂપ-રેખા એવી છે કે, તેનો દુરુપયોગ થઈ રહ્યો છે, તેથી ઓન્ટારિયોએ તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
કેનેડામાં ટ્રે઼ડ વર્કર્સ તરીકે ભારતીયો સૌથી મોટી કમ્યુનિટીમાં આવે છે. જેમ કે, ઈલેક્ટ્રિશિયન, પ્લમ્બર, વેલ્ડર, કન્સ્ટ્રક્શન વર્કર અને ઓટોમોટિવ ટેકનિશિયન. આ સેક્ટર્સમાં ઘણા ભારતીયો કામ કરી રહ્યા છે અને PRનો સૌથી સરળ રાહ સ્કિલ્ડ ટ્રેડ કેટેગરી જ માનવામાં આવતી હતી. હવે જ્યારે આ પ્રોગ્રામ બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે હજારો ભારતીયોની PR માટેની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મોટી સંખ્યામાં ભારતીય સ્ટૂડન્ટ વિઝા પણ રિજેક્ટ કરી દેવામાં આવ્યા છે.
Related Articles
ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે તો 100% ટેરિફ લાદી દઈશ : ટ્રમ્પની કેનેડાને ધમકી
ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે તો...
Jan 26, 2026
કેનેડાને બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું આપેલું આમંત્રણ ટ્રમ્પે પાછું ખેંચી લીધું
કેનેડાને બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું આપેલ...
Jan 24, 2026
કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ્પ ટેન્શનમાં, સહયોગીઓને કરવા લાગ્યા ફરિયાદ
કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ...
Jan 19, 2026
કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટકા ટેરિફ ઘટાડશે
કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટક...
Jan 17, 2026
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારત...
Jan 15, 2026
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા!
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહ...
Jan 07, 2026
Trending NEWS
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026