કેલિફોર્નિયામાં બર્થડે પાર્ટીમાં અંધાધૂંધ ગોળીબાર: 4ના મોત, 10 ઈજાગ્રસ્ત

November 30, 2025

કેલિફોર્નિયા- અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના થઈ છે. કેલિફોર્નિયાના સ્ટોકટન વિસ્તારમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 10 ઈજાગ્રસ્ત છે. એક બર્થડે પાર્ટી દરમિયાન અંધાધૂંધ ગોળીબાર થયો. મૃતકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  સેન જાઓકિન કાઉન્ટી શેરીફે પણ સત્તાવાર જાણકારી આપતા જણાવ્યું છે કે ગોળીબારમાં બે બાળકો સહિત કુલ ચાર લોકોના મોત થયા છે. પ્રાથમિક તપાસના આધારે પોલીસને આશંકા છે કે આ લોકોને નિશાનો બનાવીને હત્યા કરાઈ છે. સ્ટોકટનના ડેપ્યુટી મેયર જેસન લીએ સમગ્ર મામલે શોક વ્યક્ત કર્યો છે તથા જણાવ્યું છે કે તેઓ સતત ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્કમાં છે. પોલીસ ઘટનાસ્થળના રસ્તા પર લોકોની અવરજવર બંધ કરી છે.