ટીવી એકટ્રેસ ચાહત ખન્નાનું ઈન્સ્ટા હેક, પચ્ચીસ લાખ ફોલોઅર્સ ગુમાવ્યા

January 06, 2025

મુંબઈ: જાણીતી ટીવી એકટ્રેસ ચાહત ખન્નાનું ઈન્સ્ટા એકાઉન્ટ હેક થઈ ગયું હતું. તેની ટીમે અથાગ પ્રયાસ બાદ આ એકાઉન્ટ રિકવર કર્યું હતું. પરંતુ, આ દરમિયાન તેના પચ્ચીસ લાખ ફોલોઅર્સ ગાયબ થઈ ગયા છે. ચાહકે કહ્યું હતું કે તેનું એકાઉન્ટ હેક થઈ જતાં તેને ભારે આઘાત લાગ્યો હતો. તેણે તમામ સિક્યોરિટી પ્રોટોકોલ્સનું પાલન કર્યું હતું તેમ છતાં પણ હેકર્સએ તેના એકાઉન્ટની એક્સેસ મેળવી લીધી હતી. તેની ટીમે મેટા કંપની સાથે ફોલો અપ કર્યુ ંહતું. તેના કારણે તેને એકાઉન્ટ તો પાછું મળી ગયું છે પરંતુ તેના પચ્ચીસ લાખ ફોલોઅર્સ ગાયબ થઈ ગયા છે. ચાહત સાથે બીજીવાર સાયબર ક્રાઈમની ઘટના બની છે. અગાઉ પણ તેના એક પરિચિતે જ તેનું ઈન્સ્ટા એકાઉન્ટ હેક કરી લીધું હતું. તે વ્યક્તિ સાથે સામાન્ય તકરાર થયા બાદ તેણે બદલો વાળવા માટે ચાહતનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી લીધું હતું તે વખતે ચાહતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.