IPL 2023 : ચેન્નાઈ 10મી વખત ફાઈનલમાં, ક્વોલિફાયર-1માં ગુજરાતને હરાવ્યું
May 24, 2023

ચેન્નાઈ: IPL-2023માં આજના પ્રથમ ક્વોલિફાયર-1 રાઉન્ડમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 15 રને હરાવ્યું છે. ચેન્નાઈના 20 ઓવરમાં 7 વિકેટે 172 રનના જવાબમાં ગુજરાતની ટીમ 157 રને ઓલઆઉટ થઈ જતા ચેન્નાઈનો વિજય થયો છે અને 10મી વખત ફાઈનલમાં પહોંચી છે. ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ તોફાની બેટીંગ કરતા તેમજ ટીમે ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા ચેન્નાઈનો વિજય થયો છે. ધોનીની કપ્તાની હેઠળ ટીમ હવે 28મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચમી વખત ચેમ્પિયન બનવા માટે ઉતરશે. બીજી તરફ આ હાર બાદ ગુજરાત બહાર થઈ નથી. તેને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે. ગુજરાતની ટીમ અમદાવાદમાં 26મી મેના રોજ ક્વોલિફાયર-2માં રમશે. અહીં તે મુંબઈ ઈન્ડિયન્સ અથવા લખનઉ સુપર જાયન્ટ્સ સામે મેચ રમશે. બુધવારે (24મી મે)ના રોજ મુંબઈ અને લખનઉ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચમાં વિજેતા ટીમ ક્વોલિફાયર-2માં જશે.
Related Articles
મેડલ ગંગામાં વહાવવા કુસ્તીબાજો હરિદ્વાર રવાના
મેડલ ગંગામાં વહાવવા કુસ્તીબાજો હરિદ્વાર...
May 30, 2023
IPL FINAL : ટ્રોફી લેતી વખતે ધોનીએ એવું કર્યું કે લોકોને તેના માટે માન વધી ગયું
IPL FINAL : ટ્રોફી લેતી વખતે ધોનીએ એવું...
May 30, 2023
ચેન્નાઈ પાંચમીવાર આઈપીએલ ચેમ્પિયન, ગુજરાત સામે પાંચ વિકેટે વિજય
ચેન્નાઈ પાંચમીવાર આઈપીએલ ચેમ્પિયન, ગુજરા...
May 30, 2023
CSKના ચેમ્પિયન બન્યા બાદ રિવાબાએ જાડેજાને ગળે લગાવ્યો
CSKના ચેમ્પિયન બન્યા બાદ રિવાબાએ જાડેજાન...
May 30, 2023
કુસ્તીબાજો તેમના ઓલિમ્પિક મેડલ ગંગામાં વહાવશે
કુસ્તીબાજો તેમના ઓલિમ્પિક મેડલ ગંગામાં વ...
May 30, 2023
અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમની બહાર બબાલ, પોલીસે કર્યો લાઠીચાર્જ
અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમની બહાર બબાલ, પો...
May 30, 2023
Trending NEWS

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને...
30 May, 2023

અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ, 3 સગીર સહિત 9 લોકો...
30 May, 2023

એર્દોગનની ઐતિહાસિક જીત પર દુનિયાભરના નેતાઓએ આપ્યા...
30 May, 2023

કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ, 31 મેના રોજ...
30 May, 2023

કુસ્તીબાજો તેમના ઓલિમ્પિક મેડલ ગંગામાં વહાવશે
30 May, 2023