હમાસ ઍટેકની વરસી પહેલા ઈઝરાયલ ધણધણી ઉઠ્યું: ગાઝા તરફથી રોકેટ પણ આવ્યા

October 06, 2024

હમાસ ઍટેકની વરસી પહેલા જ ગાઝાથી ઈઝરાયલમાં અનેક રોકેટ છોડવામાં આવ્યા છે. આ પહેલા ઈઝરાયલમાં રવિવારે પણ આતંકી હુમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે દસ લોકો ઘાયલ થયા હતા. ઈઝરાયલની સેનાએ કહ્યું છે કે, ઉત્તરી ગાઝાથી દક્ષિણ ઈઝરાયલમાં રોકેટ હુમલો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર આતંકી હુમલો કર્યો હતો, જેમાં કેટલાય લોકોને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યાં હતા. જ્યારે અનેક લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. પ્રથમ વર્ષગાંઠના કારણે સમગ્ર ઈઝરાયલમાં એલર્ટ છે.
ઈઝરાયલની સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, ઉત્તર ગાઝા પટ્ટીથી ઈઝરાયલી ક્ષેત્રમાં પ્રવેશ કરતી રોકેટ્સની ઓળખ થઈ છે. જેમાં એક રોકેટ તો હવામાં જ રોકવામાં આવી, જ્યારે બાકીની રોકેટ ખાલી જગ્યાએ પડી. અગાઉ, ઈઝરાયલે મધ્ય ગાઝાની એક મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ફિલિસ્તીની અધિકારીએ જણાવ્યું કે, તે દિવસે સવારે લગભગ 19 લોકોના મોત થયા.
ગાઝામાં મસ્જિદ પર થયેલા હુમલા પછી, લોકો મધ્ય શહેર ડેર અલ-બલાહની મુખ્ય હોસ્પિટલની નજીક આશ્રય લીધો. આ દરમિયાન શહેર નજીકના વિસ્થાપિત લોકોને આશરો આપનારી એક સ્કૂલ પર થયેલા અન્ય એક હુમલામાં વધુ ચાર લોકોના મોત થયા. ઈઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું , બંને હુમલાઓ આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા. હોસ્પિટલના રેકોર્ડ દર્શાવે છે કે મસ્જિદ પર હુમલામાં માર્યા ગયેલા તમામ પુરુષો હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.