લેબનાની રાજધાની બેરૂતમાં ઇઝરાયલની એર સ્ટ્રાઇક, હિઝબુલ્લાહના ચીફનું મોત

November 24, 2025

ઇઝરાયલે હવે લેબનાન પર હવાઇ હુમલો કર્યો છે. ઇઝરાયલી સેનાના બેરૂતમાં એક બિલ્ડિંગ પર મિસાઇલ છોડવામાં આવી હતી.. જેમાં હિઝબુલ્લાહના ચીફ ઓફ આર્મી સ્ટાફ હેથમ તબાતાબાઇનુ મોત થયુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.હુમલો બેરૂતના દક્ષિણી વિસ્તારમાં આવેલા દહિયેહમાં બિલ્ડિંગ પર કરવામાં આવ્યો હતો. જેમાં હિઝબુલ્લાહ ચીફ રહેતો હતો. હુમલામાં બિલ્ડિંગનો એક ભાગ ઢળી પડ્યો હતો અને તેમાં રહેનારા 20થી વધારે લોકો ઘાયલ થયા છે. હુમલામાં બિલ્ડિંગની આસ પાસના ઘરોને પણ નુકસાન પહોંચ્યુ છે અનેક વાહનો પણ બળીને ખાખ થઇ ગયા છે.

મળતી માહિતી મુજબ ઇઝરાયલે નવેમ્બર 2024માં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હુમલો કર્યો.જેના કારણે મધ્ય પૂર્વમાં ફરી તંગદિલી વધી શકે છે. લેબનાને તાજેતરમાં જ ઇઝરાયલ સાથે વાતચીત કરવા સંમતિ આપી હતી, છતાં હુમલો કરવામાં આવ્યો. ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ આ હુમલાને આતંકવાદ સામેની કાર્યવાહી ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આતંકી સંગઠન હિઝબુલ્લાહ પોતાની સેન્ય ક્ષમતાને વધારે મજબૂત બનાવે છે.