જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી સાથે અથડામણમાં ઘાયલ જવાન શહીદ

April 12, 2025

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયેલા એક સેનાના જવાન હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થયા છે. શુક્રવારે મોડી રાત્રે, અખનૂર સેક્ટરના કેરી બટ્ટલ વિસ્તારમાં સરહદ પારથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને સેનાએ પકડી પાડ્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લેવામાં આવ્યો છે અને વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.

ભારતીય સેનાની 16મી કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે "ખરાબ હવામાન છતાં કિશ્તવાડના ચતરુ વિસ્તારમાં ચાલી રહેલા ઓપરેશનમાં સેનાએ વધુ બે પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા છે. ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં યુદ્ધ સામગ્રી મળી આવી છે, જેમાં એક AK રાઇફલ અને M4 રાઇફલનો સમાવેશ થાય છે."