પાતાલ લોક-ટુ માટે 20 કરોડની ફી લીધી હોવાનું જયદીપે નકાર્યું

February 10, 2025

મુંબઈ: જયદીપ અહલાવતને 'પાતાલ લોક' સીઝન વન માટે ૪૦ લાખ રુપિયા મળ્યા હતા પરંતુ સીઝન ટૂ માટે તેને ૨૦ કરોડ રુપિયા મળ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, જયદીપે આ અહેવાલોને હસી કાઢ્યા છે. જયદીપે એક વાતચીતમાં આ દાવાને નકારી કાઢતાં કહ્યું હતું કે આટલા પૈસા મળ્યા છે એ મને તો કહેવું હતું. હું એટલા પૈસા કોઈ રીતે વાપરી લેત. ક્યાં છે આટલા પૈસા ? એ ગયા ક્યાં ?  'પાતાલ લોક'ની સીઝન ટૂમાં જુનિયર પોલીસ અધિકારી હાથીરામ ચૌધરીની ભૂમિકા માટે જયદીપ અહલાવતની ચોમેરથી પ્રશંસા થઈ રહી છે.  લોકોનુ કહેવું છે કે બોલીવૂડે જયદીપ અહલાવતની યોગ્ય કદર કરી નથી પરંતુ હવે ઓટીટીમાં તેને તેની પ્રતિભાને છાજે તેવી ભૂમિકાઓ મળી રહી છે. જયદીપ અહલાવત હવે ઓટીટી પર 'જ્વેલથીફ' ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે દેખાશે.