અશ્વિની ઐયર તિવારીની નવી ફિલ્મમાં જ્યોતિકા અને સોનાક્ષી

February 10, 2025

મુંબઈ : 'બરેલી કી બરફી' સહિતની ફિલ્મોનાં સર્જક અશ્વિની ઐયર તિવારી હવે એક કોર્ટ રુમ ડ્રામા આધારિત ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મ માટે સોનાક્ષી સિંહા અને જ્યોતિકાને સાઈન કરવામાં આવ્યાં છે. આ ફિલ્મ થિયેટરોમાં નહિ પરંતુ સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે. મૂળ આ ફિલ્મ કિયારા અડવાણી અને કરીના કપૂરને ઓફર થઈ હતી. પરંતુ, કોઈને કોઈ કારણોસર વાત આગળ વધી ન હતી. હવે અશ્વિની ઐયર તિવારીએ કાસ્ટ બદલીને આ પ્રોજેક્ટ આગળ વધારવાનું નક્કી કર્યું છે. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી મુંબઈમાં શરુ થવાનું છે.