કેન વિલિયમસન ત્રીજી વખત પિતા બન્યો, પત્ની સારાએ પુત્રીને આપ્યો જન્મ

February 28, 2024

ન્યુઝીલેન્ડનો સ્ટાર ક્રિકેટર કેન વિલિયમસન ત્રીજી વખત પિતા બન્યો છે. તેની પત્ની સારાએ પુત્રીને જન્મ આપ્યો છે. વિલિયમસને આ જાણકારી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપી હતી. તેણે તેની પત્ની અને પુત્રી સાથેનો ફોટો પણ શેર કર્યો છે. વિલિયમસનને બે બાળકો છે. તેમની પુત્રી લગભગ ત્રણ વર્ષની છે અને પુત્ર લગભગ એક વર્ષનો છે. હ

વાસ્તવમાં વિલિયમસને ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આમાં તે તેની પત્ની અને પુત્રી સાથે જોવા મળી રહ્યો છે. વિલિયમસને કેપ્શનમાં લખ્યું છે, "આ દુનિયામાં સુંદર બાળકીનું સ્વાગત છે." તમારા સુરક્ષિત આગમન અને આગળની સફર માટે ઉત્સાહી છું.'' વિલિયમસનના આ ફોટા પર ફેન્સ તરફથી ઘણી કોમેન્ટ જોવા મળી છે. સાથી ખેલાડીઓની સાથે ફેન્સે પણ તેને અભિનંદન આપી રહ્યા છે. વિલિયમસનના આ ફોટાને સમાચાર લખ્યા ત્યાં સુધી 4 લાખથી વધુ લોકોએ લાઈક કર્યું હતું. ત્યાં હજારો કોમેન્ટ જોવા મળી છે.